Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण के वचनो से परशुराम क्रोधित
 
(चौपाई)
तुम्ह तौ कालु हाँक जनु लावा । बार बार मोहि लागि बोलावा ॥
सुनत लखन के बचन कठोरा । परसु सुधारि धरेउ कर घोरा ॥१॥

अब जनि देइ दोसु मोहि लोगू । कटुबादी बालकु बधजोगू ॥
बाल बिलोकि बहुत मैं बाँचा । अब यहु मरनिहार भा साँचा ॥२॥

कौसिक कहा छमिअ अपराधू । बाल दोष गुन गनहिं न साधू ॥
खर कुठार मैं अकरुन कोही । आगें अपराधी गुरुद्रोही ॥३॥

उतर देत छोड़उँ बिनु मारें । केवल कौसिक सील तुम्हारें ॥
न त एहि काटि कुठार कठोरें । गुरहि उरिन होतेउँ श्रम थोरें ॥४॥

(दोहा)
गाधिसूनु कह हृदयँ हँसि मुनिहि हरिअरइ सूझ ।
अयमय खाँड न ऊखमय अजहुँ न बूझ अबूझ ॥ २७५ ॥

*
MP3 Audio

*
 
લક્ષ્મણના શબ્દોથી પરશુરામ ક્રોધિત
 
બોલાવો છો મારી કાળ હાક જામે મારે માટે વિના વાંક;
સુણી લક્ષ્મણ શબ્દ કઠોર પરશુરામે પરશુ ગ્રહી ઘોર
 
કહ્યું જનતા મને ના દે દોષ, બાળ કટુભાષી છે વધ જોગ;
જાણી બાળક આને બચાવ્યો કિન્તુ કાળ હવે એનો આવ્યો.
 
કહ્યું કૌશિકે ના ગુણદોષ જુએ બાળકોના મુનિલોક.
પરશુરામ વદ્યા પરશુ હે તું જ ઉત્તર બાળકને દે.
 
કરુણારહિત ક્રોધી હું તોયે ગુરુદ્રોહી દોષી કેવું બોલે,
માર્યા વિના છોડી દઉં એને વિશ્વામિત્ર તમારા જ સ્નેહે.
 
નહિ તો ખંડેખંડ એના કરી મુક્ત ગુરુના ઋણથી બની
કર્યું ક્યારનું હોત પ્રયાણ, રાખ્યું કિન્તુ તમારું ધ્યાન.
 
(દોહરો)              
વિશ્વામિત્ર વિચારતા મુનિને ફૂલની માળ
લાગે છે તે માળ ના પણ ખાંડાની ધાર.
 
કાષ્ઠ નથી પણ કુલિશ છે કિશોર ઉભય કઠોર,
અજાણ છે મુનિ એટલે કરતા અનુચિત શોર.