Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण परशुराम को उग्र न होने की सलाह देते है
 
(चौपाई)
नाथ करहु बालक पर छोहू । सूध दूधमुख करिअ न कोहू ॥
जौं पै प्रभु प्रभाउ कछु जाना । तौ कि बराबरि करत अयाना ॥१॥

जौं लरिका कछु अचगरि करहीं । गुर पितु मातु मोद मन भरहीं ॥
करिअ कृपा सिसु सेवक जानी । तुम्ह सम सील धीर मुनि ग्यानी ॥२॥

राम बचन सुनि कछुक जुड़ाने । कहि कछु लखनु बहुरि मुसकाने ॥
हँसत देखि नख सिख रिस ब्यापी । राम तोर भ्राता बड़ पापी ॥३॥

गौर सरीर स्याम मन माहीं । कालकूटमुख पयमुख नाहीं ॥
सहज टेढ़ अनुहरइ न तोही । नीचु मीचु सम देख न मौहीं ॥४॥

(दोहा)
लखन कहेउ हँसि सुनहु मुनि क्रोधु पाप कर मूल ।
जेहि बस जन अनुचित करहिं चरहिं बिस्व प्रतिकूल ॥ २७७ ॥

*
MP3 Audio

*
 
લક્ષ્મણ પરશુરામને ઉત્તેજિત ન થવા સલાહ આપે છે
 
પ્રભુ કૃપાપાત્ર આ બાળ ક્રોધ કરવા યોગ્ય ના લગાર;
અલ્પ જાણતો હોત પ્રભાવ છોડી દેત તો અજ્ઞ સ્વભાવ.
 
ચંચળતાને બાળકની જાણી વદે પિતૃગુરુ મધુવાણી.
વળી આનંદે અંતરમાં એ દુઃખકારક એને ના માને.
 
કરો અનુગ્રહ સેવક જાણી તમે સમદર્શી મુનિ જ્ઞાની
વળી ધીર સુશીલ ગણાઓ, આ તો બાળક અજ્ઞ તમારો.
 
સુણી વચનો થયા જરા શાંત હસ્યો લક્ષ્મણ ત્યાં તો ભ્રાંત
એથી એમને વ્યાપ્યો ક્રોધ, ચાલ્યો પાછો વાણીકેરો ધોધ.
 
રામ, બંધુ તારો છે ઘેલો તન ગૌર છતાં મને મેલો
પયમુખ નથી વિષમુખ, એને અલ્પ પણ નથી દુઃખ.
 
પાપી કુટિલ સ્વભાવનો ભારે તને અનુસરતો ના ક્યારે,
મને દેખે ના કાળ સમાન, એને ક્ષુલ્લક નીચ જ માન.
 
(દોહરો)              
કહ્યું હસીને લક્ષ્મણે ક્રોધ પાપનું મૂળ,
એને વશ અનુચિત કરે વર્તે ને પ્રતિકૂળ.