Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

परशुराम का गुस्सा साँतवे आसमान पर
 
(चौपाई)
मैं तुम्हार अनुचर मुनिराया । परिहरि कोपु करिअ अब दाया ॥
टूट चाप नहिं जुरहि रिसाने । बैठिअ होइहिं पाय पिराने ॥१॥

जौ अति प्रिय तौ करिअ उपाई । जोरिअ कोउ बड़ गुनी बोलाई ॥
बोलत लखनहिं जनकु डेराहीं । मष्ट करहु अनुचित भल नाहीं ॥२॥

थर थर कापहिं पुर नर नारी । छोट कुमार खोट बड़ भारी ॥
भृगुपति सुनि सुनि निरभय बानी । रिस तन जरइ होइ बल हानी ॥३॥

बोले रामहि देइ निहोरा । बचउँ बिचारि बंधु लघु तोरा ॥
मनु मलीन तनु सुंदर कैसें । बिष रस भरा कनक घटु जैसैं ॥४॥

(दोहा)
सुनि लछिमन बिहसे बहुरि नयन तरेरे राम ।
गुर समीप गवने सकुचि परिहरि बानी बाम ॥ २७८ ॥

*
MP3 Audio

*
 
પરશુરામનો ક્રોધ સાતમા અસમાને
 
મુનિવર, હું છું તમારો દાસ, તજી કોપ કૃપા કરો ખાસ
ક્રોધે સંધાય ના ભગ્ન ચાપ, થાક લાગશે વિરાજો આપ.
 
પ્રિય હોય ધનુષ્ય તમોને, તલભાર ના શંકા અમોને;
કોઇ ગુણવાનને બોલાવી ખંડ ધનુના દઇએ જોડાવી.
 
રુચી જનકને ના વાણી, ભીતિ આશંકા એમણે માની;
લાગ્યાં કંપવા નર ને નારી ભવિતવ્ય અમંગલ ધારી.
 
સુણી નિર્ભય લક્ષ્મણવાણી થઇ ભગુપતિની બળહાનિ,
ક્રોધે જલવા લાગ્યું શરીર, ઘટયું તપનું તેજ ખમીર.
 
રામ આને લઘુભ્રાત જાણી સહી લઉં મારી માનહાનિ;
મેલું મનડું સુંદર તન કેવું, સોમલ સભર કનકઘટ જેવું.
 
(દોહરો)              
નિહાળી રહ્યા બંધુને તીરછી નજરે રામ,
લક્ષ્મણ ગુરુ પાસે ગયો તજતાં વાણી વામ.