श्रीराम परशुराम को शांत होने की प्रार्थना करते है
(चौपाई)
देखि कुठार बान धनु धारी । भै लरिकहि रिस बीरु बिचारी ॥
नामु जान पै तुम्हहि न चीन्हा । बंस सुभायँ उतरु तेंहिं दीन्हा ॥१॥
जौं तुम्ह औतेहु मुनि की नाईं । पद रज सिर सिसु धरत गोसाईं ॥
छमहु चूक अनजानत केरी । चहिअ बिप्र उर कृपा घनेरी ॥२॥
हमहि तुम्हहि सरिबरि कसि नाथा ॥ कहहु न कहाँ चरन कहँ माथा ॥
राम मात्र लघु नाम हमारा । परसु सहित बड़ नाम तोहारा ॥३॥
देव एकु गुनु धनुष हमारें । नव गुन परम पुनीत तुम्हारें ॥
सब प्रकार हम तुम्ह सन हारे । छमहु बिप्र अपराध हमारे ॥४॥
(दोहा)
बार बार मुनि बिप्रबर कहा राम सन राम ।
बोले भृगुपति सरुष हसि तहूँ बंधु सम बाम ॥ २८२ ॥
*
MP3 Audio
*
શ્રીરામ પરશુરામને ક્રોધ ત્યાગવા કહે છે
ધનુષબાણ ને પરશુ નિહાળી કર્યો ક્રોધ બલવાન વિચારી;
જાણ્યું નામ છતાં ન પ્રમાણ્યા, પ્રકૃતિ પ્રમાણે વચન સુણાવ્યાં.
મુનિ જેમ જ જો હોત પધાર્યા હોત લક્ષ્મણે પાય પખાળ્યા
રજને શિર પર સાદર ધારી કરી હોત સ્તુતિને પણ ન્યારી.
અજ્ઞાતપણે ભૂલ થઇ આપો એ પર ધ્યાન નહીં.
તમે ક્યાં અમે ને ક્યાં નાથ, પગ ને શીશતણો ક્યાં સાથ;
રામ જ કેવળ મારું નામ તમારું મહાન પરશુરામ.
ધનુષ અમારે એક જ દોર, નવગુણ પરમ તમારા ઓર;
હાર્યા સર્વપ્રકાર અમે, ક્ષમા કરો હે વિપ્ર, તમે.
(દોહરો)
પરશુરામ ક્રોધાતુર કૃશાનુ જેમ બન્યા;
રામે મુનિવર વિપ્રવર વારંવાર કહ્યા.

