Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

परशुराम को श्रीराम की महिमा का ज्ञान होता है

(चौपाई)
देव दनुज भूपति भट नाना । समबल अधिक होउ बलवाना ॥
जौं रन हमहि पचारै कोऊ । लरहिं सुखेन कालु किन होऊ ॥१॥

छत्रिय तनु धरि समर सकाना । कुल कलंकु तेहिं पावँर आना ॥
कहउँ सुभाउ न कुलहि प्रसंसी । कालहु डरहिं न रन रघुबंसी ॥२॥

बिप्रबंस कै असि प्रभुताई । अभय होइ जो तुम्हहि डेराई ॥
सुनु मृदु गूढ़ बचन रघुपति के । उघरे पटल परसुधर मति के ॥३॥

राम रमापति कर धनु लेहू । खैंचहु मिटै मोर संदेहू ॥
देत चापु आपुहिं चलि गयऊ । परसुराम मन बिसमय भयऊ ॥४॥

(दोहा)
जाना राम प्रभाउ तब पुलक प्रफुल्लित गात ।
जोरि पानि बोले बचन ह्दयँ न प्रेमु अमात ॥ २८४ ॥

*
MP3 Audio

*
 
પરશુરામ શ્રીરામના મહિમાને જાણે છે
 
દેવદનુજ ભૂપતિ રણધીર સમાન હો કે હો વધુ વીર,
સુખથી લડશું કરતાં શોર રણમાં કાળ ભલેને હોય.
 
યુદ્ધથી ડરે ક્ષત્રિય જે કુળને કલંકરૂપ જ તે;
રઘુવંશીની પ્રકૃતિ ખરે રણમાં કાળથકી ન ડરે.
નીડર અમે છતાં વંદન કરતા તમને ભૃગુનંદન.

સુણતાં રઘુવરનાં વચનો દૂર થયો પડદો મુનિનો;
રામ રમાપતિ કહ્યું મુનિએ, ધારો કરમાં ધનુષ તમે,
ખેંચો તો સંદેહ મટે પરાક્રમ મને ખૂબ ગમે.

(દોહરો)              
દેતાં ચાપ જતું રહ્યું અંતરીક્ષમાં એ
પરશુરામ મનમાં કરી પેદા વિસ્મયને.
 
પ્રભાવ જાણ્યો રામનો, પુલકિત અંગ બન્યું,
સ્નેહ સમાયો ના ઉરે, શું આશ્ચર્ય થયું !

મહોત્સવ થયો મનમહીં મહિમાને જાણ્યે,
પ્રણામ કરતાં ભાવને વહાવતાં વાણે.