लग्न का वर्णन
(चौपाई)
समउ बिलोकि बसिष्ठ बोलाए । सादर सतानंदु सुनि आए ॥
बेगि कुअँरि अब आनहु जाई । चले मुदित मुनि आयसु पाई ॥१॥
रानी सुनि उपरोहित बानी । प्रमुदित सखिन्ह समेत सयानी ॥
बिप्र बधू कुलबृद्ध बोलाईं । करि कुल रीति सुमंगल गाईं ॥२॥
नारि बेष जे सुर बर बामा । सकल सुभायँ सुंदरी स्यामा ॥
तिन्हहि देखि सुखु पावहिं नारीं । बिनु पहिचानि प्रानहु ते प्यारीं ॥३॥
बार बार सनमानहिं रानी । उमा रमा सारद सम जानी ॥
सीय सँवारि समाजु बनाई । मुदित मंडपहिं चलीं लवाई ॥४॥
(छंद)
चलि ल्याइ सीतहि सखीं सादर सजि सुमंगल भामिनीं ।
नवसप्त साजें सुंदरी सब मत्त कुंजर गामिनीं ॥
कल गान सुनि मुनि ध्यान त्यागहिं काम कोकिल लाजहीं ।
मंजीर नूपुर कलित कंकन ताल गती बर बाजहीं ॥
(दोहा)
सोहति बनिता बृंद महुँ सहज सुहावनि सीय ।
छबि ललना गन मध्य जनु सुषमा तिय कमनीय ॥ ३२२ ॥
*
MP3 Audio
*
લગ્નનું વર્ણન
ઘડી જોઇ વસિષ્ઠે બોલાવ્યા, શતાનંદ આદર સાથે આવ્યા;
કહ્યું રાજકુમારીને લાવો થયું મુહૂર્ત મંગલ જાઓ.
સુણતાં શતાનંદની વાણી સખી સાથ આનંદી રાણી;
વિપ્રકુળની બોલાવી નારી કુળરીતિ કરાવી ન્યારી.
શ્રેષ્ઠ દેવાંગના હતી શ્યામા સર્વે સુંદરી નયનાભિરામા;
સ્ત્રીઓ સન્માનતાં સુખ પામી રહી રાણી દેવી જેવી જાણી.
સર્વે સીતાને શણગારી, સાજ અવનવા વળી ધારી,
લઇ સાદર સ્નેહથી ચાલી મત્ત કુંજરગામિની મ્હાલી.
લઇ સીતાને લગ્નમંડપમાં ચાલી દેવાંગના લલના ત્યાં,
સુણી એમનાં સ્વર્ગીય ગીત તજી મુનિઓએ ધ્યાનની પ્રીત.
કામદેવની કોયલ લાજી, રહ્યા કંકણનૂપુર વાગી,
એવી ચાલ ને એમની રીત થયાં ચંચળ સર્વનાં ચિત્ત.
(દોહરો)
સીતા વનિતાવૃંદમાં સહજ અધિક સોહે,
લલનાગણમાં શ્રી સ્વયં જાણે મન મોહે.

