if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लग्न का वर्णन
 
(चौपाई)
जनक पाटमहिषी जग जानी । सीय मातु किमि जाइ बखानी ॥
सुजसु सुकृत सुख सुदंरताई । सब समेटि बिधि रची बनाई ॥१॥

समउ जानि मुनिबरन्ह बोलाई । सुनत सुआसिनि सादर ल्याई ॥
जनक बाम दिसि सोह सुनयना । हिमगिरि संग बनि जनु मयना ॥२॥

कनक कलस मनि कोपर रूरे । सुचि सुंगध मंगल जल पूरे ॥
निज कर मुदित रायँ अरु रानी । धरे राम के आगें आनी ॥३॥

पढ़हिं बेद मुनि मंगल बानी । गगन सुमन झरि अवसरु जानी ॥
बरु बिलोकि दंपति अनुरागे । पाय पुनीत पखारन लागे ॥४॥

(छंद)
लागे पखारन पाय पंकज प्रेम तन पुलकावली ।
नभ नगर गान निसान जय धुनि उमगि जनु चहुँ दिसि चली ॥
जे पद सरोज मनोज अरि उर सर सदैव बिराजहीं ।
जे सकृत सुमिरत बिमलता मन सकल कलि मल भाजहीं ॥ १ ॥

जे परसि मुनिबनिता लही गति रही जो पातकमई ।
मकरंदु जिन्ह को संभु सिर सुचिता अवधि सुर बरनई ॥
करि मधुप मन मुनि जोगिजन जे सेइ अभिमत गति लहैं ।
ते पद पखारत भाग्यभाजनु जनकु जय जय सब कहै ॥ २ ॥

बर कुअँरि करतल जोरि साखोचारु दोउ कुलगुर करैं ।
भयो पानिगहनु बिलोकि बिधि सुर मनुज मुनि आँनद भरैं ॥
सुखमूल दूलहु देखि दंपति पुलक तन हुलस्यो हियो ।
करि लोक बेद बिधानु कन्यादानु नृपभूषन कियो ॥ ३ ॥

हिमवंत जिमि गिरिजा महेसहि हरिहि श्री सागर दई ।
तिमि जनक रामहि सिय समरपी बिस्व कल कीरति नई ॥
क्यों करै बिनय बिदेहु कियो बिदेहु मूरति सावँरी ।
करि होम बिधिवत गाँठि जोरी होन लागी भावँरी ॥ ४ ॥

(दोहा)
जय धुनि बंदी बेद धुनि मंगल गान निसान ।
सुनि हरषहिं बरषहिं बिबुध सुरतरु सुमन सुजान ॥ ३२४ ॥

*
MP3 Audio

*
 
લગ્નનું વર્ણન
 
વિશ્વવિખ્યાત જનકની રાણી સીતામાત કહું શે વખાણી;
યશ સુકૃત સૌન્દર્ય સુખ સર્વ એકત્ર કરી અદભુત
 
વિધાતાએ બનાવી એને; આવી મુનિના સૂચનથી પ્રેમે,
ડાબી તરફ જનકના સોહે શ્રેષ્ઠ સુનયના મન મોહે.
 
શુચિ સુગંધ મંગલ પાણી ભર્યા કળશ સુવર્ણના આણી
સુંદર કથરોટ શ્રેષ્ઠ મણિની મૂકી રામ પાસે રાજારાણી
 
બની મગ્ન લાગ્યાં પગ ધોવા, આવ્યા ત્રિદેવ એને જોવા,
મુનિ વેદધ્વનિ રહ્યા કરી, રામે લીધાં સૌનાં હૈયા હરી.
*
(છંદ)
પુલકિત બનીને પાદપંકજ પખાળી પ્રેમે રહ્યાં,
નભનાં નગરનાં ગાન જયધ્વનિ ચતુર્દિશ વ્યાપી ગયાં;
જે પદસરોજ મનોજ અરિઉરસર સદાય વિરાજતાં
જેને સ્મર્યે મન વિમળ બનતું સકળ કલિમલ નાસતા.
 
જેનો કરીને સ્પર્શ મુનિવનિતા પરમગતિને લભી,
શિવમસ્તકે જેનો મધુર રસ વિરાજે ગંગા બની;
મન મધુપ કરતાં સેવતાં મુનિ પામતા ગતિ જેમને
સૌભાગ્યશાળી જનક ધોતા ધન્ય બનતા તેમને.
 
બંને કુળગુરુએ કરાવ્યું ઉભયનું પાણિગ્રહણ,
બ્રહ્માદિ દેવ મનુષ્ય મુનિમનમાં વહ્યું રસનું ઝરણ;
સુખમૂળ વરકન્યા નિહાળી પ્રસન્ન બન્યાં દંપતી,
વેદોક્ત વિધિથી કર્યું કન્યાદાન જનકે તે પછી.
 
લક્ષ્મી સમર્પી સિંધુએ હરિને, પવિત્ર હિમાલયે
ગિરિજા મહેશ્વરને સમર્પી તેમ સીતા રામને.
કીર્તિ છવાઇ વિશ્વમાં; શું વિવેક જનક અધિક કરે,
એ શ્યામમૂર્તિને વિલોકી વિદેહ બનેલા ખરે.
 
(દોહરો)          
હોમ થયો, ગાંઠો વળી, ને મંગલફેરા
ફરાઇ રહ્યા, ધ્વનિ થયા વિવિધ હર્ષકેરા.
 
હર્ષ દેવ પામ્યા સુણી મંગલ ગાન નિશાન,
લાગ્યા સૌ વરસાવવા સુરતરુ સુમન સુજાણ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.