Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सुनयना पुत्री सीता को बिदा करती है
 
(चौपाई)
अस कहि रही चरन गहि रानी। प्रेम पंक जनु गिरा समानी ॥
सुनि सनेहसानी बर बानी। बहुबिधि राम सासु सनमानी ॥१॥
 
राम बिदा मागत कर जोरी। कीन्ह प्रनामु बहोरि बहोरी ॥
पाइ असीस बहुरि सिरु नाई। भाइन्ह सहित चले रघुराई ॥२॥
 
मंजु मधुर मूरति उर आनी। भई सनेह सिथिल सब रानी ॥
पुनि धीरजु धरि कुअँरि हँकारी। बार बार भेटहिं महतारीं ॥३॥
 
पहुँचावहिं फिरि मिलहिं बहोरी। बढ़ी परस्पर प्रीति न थोरी ॥
पुनि पुनि मिलत सखिन्ह बिलगाई। बाल बच्छ जिमि धेनु लवाई ॥४॥
 
(दोहा)
प्रेमबिबस नर नारि सब सखिन्ह सहित रनिवासु।
मानहुँ कीन्ह बिदेहपुर करुनाँ बिरहँ निवासु ॥ ३३७ ॥

*
MP3 Audio

*
 
સુનયના સીતાને વિદાય આપે છે
 
બોલી એમ ચરણ ગ્રહી રાણી, પ્રેમપંકે સમાઇ વાણી;
છલી સ્નેહથી સુણીને વાણી રામે એ સૌને સનમાની.
 
હાથ જોડીને માગી વિદાય, પામ્યા આશિષ લાગીને પાય;
વારંવાર કરીને પ્રણામ કર્યું બંધુની સાથે પ્રયાણ.
 
મધુમૂર્તિ હૃદયમાં ધારી ગઇ રાણી રઘુવર પર વારી;
ભેટી કન્યાને વારંવાર જેમ વાછરડીને ગાય.
 
(દોહરો)
પ્રેમવિવશ પુરજન સકળ સખી સહ રાણીવાસ,
જનકપુરે જાણે થયો કરુણા વિરહ નિવાસ.