Download details |
![]() | ||||||||||||||||||||||||||
અમર જીવન પ્રસ્તુત પુસ્તકમાં યોગેશ્વરજી માનવદેહને પાસપોર્ટ અને જીવનને વીઝા સાથે સરખાવી જીવનરૂપી પ્રવાસમાં શું હાસલ કરવાનું છે તેની શીખ આપી છે. ભક્તકવિ નિષ્કુળાનંદ રચિત ભજન જનની જીવો રે ગોપીચંદની રે .. થી શરીરની ક્ષણભંગુરતાનો વિચાર કરતાં, યોગેશ્વરજી ધીરા ભગતના યુવાન પુત્રના અવસાનનો પ્રસંગ વર્ણવી મહાન પુરુષોના મનની સ્થિરતા વિશે વાત કરે છે. ઋણાનુબંધ હોય ત્યાં સુધી જ વ્યક્તિ પૃથ્વી પર શ્વાસ લે છે. એ પૂરા થતાં બધું મૂકીને વિદાય થવું પડે છે. એમાં કોઈની અદલાબદલી નથી ચાલતી. આપણે ત્યાં મરણ અમંગલ માનવામાં આવ્યું છે પણ એથી ડરવાની જરૂર નથી. એનો વિચાર કરી માનવે પોતાનું જીવન કેવી રીતે જીવવું એની શીખ આ પુસ્તકમાંથી મળી રહે છે. E-book |
|
Comments
*
The book "Amar Jivan" is compiled from Yogeshwarji's lectures on subject of death.
- admin