if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા

MP3 Audio

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે ... ગંગા સતી

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે ... ગંગા સતી

જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે .... ગંગા સતી

ત્યાં તો એટલામાં અજુભા આવ્યા
તેને કરાવ્યો સત્સંગ રે,
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે
હવે કોણ ચડાવે પુરણ રંગ રે ... ગંગા સતી

- ???

Comments

Search Reset
2
Rajeshbhai
12 years ago
બહુ આનંદ થઈ ગયો. સેવાનું કાર્ય કહેવાય. ઈન્ટરનેટ હરિમય લાગે. હવે બીજી સાઈટ નથી જોવી. ઓમ પરમાત્મા.
bahu annad thai giyo, Seva nu karya kahevay, harimay Internet lage, Have nathi jovi biji site. om parmatma
Like Like Quote
3
Manvant Patel
13 years ago
સ્વર્ગારોહણની મુલાકાત બહુ વખત લીધી. આશિતભાઈ અને હેમાબેનને ખુબ ખુબ વ્હાલ સાથે અભિનંદન, શુભેચ્છાઓ.
Like Like Quote
3
Bharat Gadhavi
13 years ago
It looks that singer is Damiyantiben Bardai". Good...very Good. Keep it up.
Like Like Quote
2
Pushpa R. Rathod
14 years ago
ગંગાસતી સ્વધામ ગયા અફસોસ તો થયો, પણ વસ્તુસ્થિતિ બદલાતાં આનંદ ઉપજ્યો. કારણ કે પ્રભુ ક્યારેય ખોટું કરતા નથી. જે થાય છે તે સારા માટે. જે થશે એ પણ સારું ને જે થવાનું છે તે પણ સારું થશે. ભજનોથી અપરંપાર આનંદ મળે છે. Thank You.
Like Like Quote
0
Rajiv Mehta
14 years ago
cannot play the mp3 audio.
(check our FAQ section - admin)
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.