મારું જીવન અંજલિ થાજો

મારું જીવન અંજલિ થાજો

MP3 Audio

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો

- કરસનદાસ માણેક

Comments  

+7 #6 સૂર્યશંકર ગોર 2013-02-03 07:43
ખૂબ સરસ આ પદ છે .. ચિત્ત માં અનોખી અનુભૂતિ સાથે આત્મા ને રોમાંચિત કરે તેવા મંગલમય શબ્દો અને ભાવ .. ખૂબ ખૂબ અભિનદન ...
+3 #5 સૂર્યશંકર ગોર 2013-02-03 05:12
આવી સાત્વિક પ્રાર્થના ના શબ્દો આત્મસાત થાય તો બહુ જ મોટું કામ થઈ જાય .ખૂબ જ અભિનંદન . સાથે mp3 મૂકી ને વિશેષ સેવા કરી છે .. મંગલકારી કામો કરનાર નું સદૈવ મંગલ જ થાય છે ..
+2 #4 Pramod Rajput 2012-09-23 12:04
Karasandas Manek ni khub sari rachna chhe.
+3 #3 Vivek Brahmbhatt 2012-07-06 22:03
આ ભજન જીવનમાં ઉતરે તો દેશમાં પોલીસ, કોર્ટ વગેરેની જરૂર જ ના પડે..! અને બધા સુખી રહે.
+2 #2 Gopal Shah 2012-02-18 13:25
ભજન ખુબ જ સારું છે
+1 #1 Prashant 2010-06-16 10:45
ભજન ખુબ જ સારું છે.

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.