નૈયા ઝૂકાવી મેં તો

નૈયા ઝૂકાવી મેં તો

MP3 Audio

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો દીવો

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના … ઝાંખો ઝાંખો દીવો

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના … ઝાંખો ઝાંખો દીવો

Comments  

+1 #13 Kamlesh 2020-08-13 14:19
અતિ સુંદર. મન પ્રસન્ન થઈ ગયુ.
+2 #12 Yagnesh Vyas 2020-01-08 23:38
ખૂબ આનંદ. ધનસુરા અને તલોદની સ્કૂલમાં આ પ્રાર્થના વર્ષો પહેલાં ગાયેલી તે આજે સાંભળીને બાળપણની યાદોમાં ચાલ્યા ગયા
0 #11 M H Bhimani 2019-11-26 09:51
બોરીવલી G H સ્કૂલમાં એક જ વિદ્યાર્થીની સુરીલા રાગે આ સંભળાવતી, બધા રસપૂર્વક સાંભળતા.
+2 #10 Siddhu 2014-07-18 12:34
great collection... thanks.
+2 #9 Jayshri Rathod 2012-06-27 14:51
Yes, i found some very old lyrics which were difficult to trace. Very grateful. very useful website!
+2 #8 Ajay 2012-05-25 13:49
I learned this bhajan at my school level. Since those days, I want this bhajan's lyrics, but till date can't get it. But today that is here and its amazing. Thank you very much.
+1 #7 Darsha Kikani 2011-11-24 17:21
Very nice bhajan. Who is the poet ?
+2 #6 Jesa Budheliya 2011-08-04 18:01
ખુબ જ સરસ.
+1 #5 Vishal Patel 2011-07-16 22:10
It is missing plug in.So can u help me out to hear those bhajans.or give me some kind of download software.
[See our FAQ section - admin]
+4 #4 Vaishali Narkar 2011-05-24 07:49
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના

Today's Quote

Pain is inevitable. Suffering is optional.
- Dalai Lama
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.