હમકો ઓઢાવે ચદરિયા

હમકો ઓઢાવે ચદરિયા (સ્વર - હરિઓમ શરણ)

MP3 Audio

હમકો ઓઢાવે ચદરિયા રે,
ચલત બેરીયા ચલત બેરીયા … હમકો ઓઢાવે

પ્રાણ રામ જબ નિકસન લાગે,
ઉલટ ગઈ દો નૈન પુતરિયા … હમકો ઓઢાવે

ભિતરસે જબ બાહિર લાયે,
તૂટ ગઈ સબ મહેલ અટરિયા … હમકો ઓઢાવે

ચાર જનેં મિલ હાથ ઉઠાઈન,
રોવત લે ચલે ડગર ડગરિયા … હમકો ઓઢાવે

કહત કબીરા સુનો ભાઈ સાધુ,
સંગ જલી વો તો તૂટી લકરિયા … હમકો ઓઢાવે

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ શરીરની ક્ષણભંગુરતાનું વેધક વર્ણન કરે છે. મૃત્યુ પામ્યા પછી દેહનું શું થાય છે એ બધાને ખબર જ છે. શરીરની ઉપર ચાદર ઓઢાવી દેવામાં આવે છે, અને શરીરને દોરડાથી બાંધી દેવામાં આવે છે. શરીરમાંથી પ્રાણ જતા રહે છે ત્યારે સુંદર દેખાતી આંખની કીકીઓ સાવ નિષ્ક્રિય થઈ જાય છે. ઘરમાંથી શરીરને જ્યારે બાળવા માટે બહાર લઈ જવામાં આવે છે, તે સમયે ધનદૌલત, મકાન, મિલકત બધું જ છૂટી જાય છે. એને પાછળ મૂકીને જીવે એકલું નીકળવું પડે છે. ચાર વ્યક્તિઓ મૃત શરીરને ઉંચકીને રડતા રડતાં સ્મશાને લઈ જાય છે. અને અંતે તો સૂકાં લાકડાંની ભારી જ શરીરના બળવાના કામમાં આવે છે. એથી જ કબીર સાહેબ કહે છે કે તું જે શરીરમાં આસક્ત છે, જેનો તું ગર્વ કરી રહ્યો છે તે દેહ તો નાશવંત છે, એની ક્ષણભંગુરતાનો વિચાર કર. એની આસક્તિ મૂકી ઈશ્વરનું ભજન કર. તે જ કરવા જેવું છે.

English

Humko odhave chadariya,
Chalat bediya chalat bediya. ... humko odhave

Pran Ram jab niksan laage,
Ulat gayi do nain putariya … humko odhave

Bhitar se jab bahir laye,
Tut gayi sab mahel atariya … humko odhave

Char jan mile hath uthaven,
Rovat le chale dagar dagariya … humko odhave

Kahat kabira suno bhai sadho,
Sang jali voh to tuti lakadiya … humko odhave.

Hindi

हमको ओढावे चदरियाँ ।
चलत बेरीया, चलत बेरीया ... हमको

प्राण राम जब निकसन लागे ।
उलट गई दो नैन पुतरीया ... हमको

भीतर से जब बाहिर लाये ।
तूट गये सब महेल अटरियाँ ... हमको

चार जन मिल हाथ उठाइन ।
रोवत ले चले डगर डगरियाँ ... हमको

कहत कबीर सुनो भाई साधो ।
संग जली वो तो तूटी लकडीयाँ ... हमको

Add comment

Security code
Refresh

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.