મન મસ્ત હુઆ

મન મસ્ત હુઆ તબ ક્યોં બોલે.

હીરા પાયો ગાંઠ ગઠિયાયો, બાર બાર વાંકો ક્યોં ખોલે.
હલકી થી તબ ચડી તરાજુ, પૂરી ભઈ અબ ક્યોં તોલે ?

સુરત કલારી ભઈ મતવારી, મધવા પી ગઈ બિન તોલે.
તેરા સાહિબ હૈ ઘટમાંહી, બાહર નૈનાં ક્યોં ખોલે ?

હંસા પાયો માનસરોવર, તાલ તલૈયાં ક્યાં ખોજે ?
કહત કબીરા સુનો ભાઈ સાધો, સાહિબ મિલ ગયે તિલ ઓલે.

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે જ્યારે મન પરમાત્માના પ્રેમરસમાં ડૂબીને મસ્ત બની ગયું છે તો પછી બોલવાનું ક્યાં બાકી રહ્યું ?  હીરો મળી ગયા પછી એને ગાંઠ બાંધીને સલામત જગ્યાએ મુકી દીધો. હવે વારે વારે ગાંઠ ખોલીને એને જોયા કરવાની શી જરૂર છે ? મર્યાદાની બહાર મદ્યપાન કરવામાં આવે તો મતિ મારી જાય છે,  એની નિર્ણયશક્તિ નાશ પામે છે. એવી જ રીતે જ્યારે વસ્તુ હલકી (અપૂર્ણ) હોય છે ત્યારે એને ત્રાજવે ચઢાવી તોલવામાં આવે છે. પણ જ્યારે એ પૂર્ણ થઈ જાય છે પછી તેને કોણ ને કેવી રીતે તોલે ? હે સાધક, તારો સાહેબ (પરમાત્મા) તારા શરીરની અંદર છે. એમને અવલોકવા દ્રષ્ટિને બહિર્મુખ શા માટે કરે છે ? રાજહંસને માનસરોવર મળી  જાય પછી તે  તળાવ તથા સરોવરને શા માટે શોધે ? અર્થાત્ આત્માએ એના મૂળ સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરી લીધી પછી તે દુન્યવી વસ્તુઓમાં ફાંફા શા માટે મારે.  કબીર કહે છે કે હે સાધુપુરૂષ, સાંભળો, જેમ તલમાં તેલ હોય છે તેમ તમારી અંદર જ આત્મા વિરાજી રહ્યો છે. એને પામી લો, પછી કશું પામવાનું બાકી નહી રહે.

English

Man Mustt Hua Tab Kyon Bole

Hira Paya Ganth Ganthiyayo,
Bar Bar Wahko Kyon khole

Halki Thi Jab Chari Tarazu,
Poori Bhayee Tab Kyon Tole

Surat Kalari Bhayee Matwari,
Madwa Pe Gayee Bin Tole

Hansa Paye Mansarover,
Tal Taliya Kyon Dole

Tera Sahib Hai Ghat Mahin,
Bahar Naina Kyon Khole

Kahat Kabir Suno Bhai Sadho,
Sahib Mil Gaye Til Ole

Hindi

मन मस्त हुआ तब क्यों बोले ॥

हीरा पायो गांठ गठियाओ, बार-बार वाको क्यों खोले ।
हलकी थी, तब चढ़ी तराजू पूरी भई तब क्यों तोले ॥

सुरति कलारी भई मतवारी, मदवा पी गई बिन तोले ।
हंसा पाये मान सरोवर, ताल तलैया क्यों डोले ॥

तेरा साहेब है घट माहीं बाहर नैना क्यों खोले ।
कहैं कबीर सुना भाई साधो साहिब मिल गये तिल आले ॥

Comments  

+1 #1 Ashvin Karia 2012-09-15 07:25
Gujarati description / comments on Bhajans of Sant Kabir is very helpful to understand the meaning of these Bhajans.

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.