કઠોપનિષદ

Adhyay 1, Valli 1, Verse 05-08

बहूनामेमि   प्रथमों    बहूनामेमि   मध्यम : ।
किं स्विद्यमस्य कर्तव्यं यन्मयाद्य करिष्यति ॥५॥
bahunamemi prathamo  bahunamemi madhyamah ।
kim  svidyamasya kartavyam yanmaya'dya karishyati ॥5॥

अनुपश्य    यथा   पूर्वे    प्रतिपश्य    तथापरे ।
सस्यमिव मर्त्य: पच्यते सस्यमिवाजायते पुन: ॥६॥
anupashya yatha purve pratipashya tatha'pare ।
sasyam iva martyah pachyate sasyam iva jayate punah ॥6॥

અધમ નથી હું, આજ્ઞાંકિત હું પ્રથમ પંક્તિનો પુત્ર રહ્યો,
મૃત્યુ કને કાં મને મોકલે, નચિકેતાને તર્ક થયો.
ગમે તેમ પણ પિતામુખથકી વચનો જે છે નીકળિયાં,
ચાલવું ઘટે તેમજ મારે, હિતકારી છે સદા પિતા.

તૈયાર થયો નચિકેતા ત્યાં, દુઃખી થયા ઋષિ અંતે તો,
પરંતુ બોલ્યો નચિકેતા, ના દુઃખી થશો લવલેશ પિતા !
ઘાસ જેમ માનવ જન્મે ને જરા જીર્ણ મૃત થાયે છે,
વળી થાય છે પ્રકટ, મૃત્યુનો શોક કદી ના છાજે છે !
સત્ય ધર્મને માટે જીવ્યા પૂર્વજ જેવી રીત બધા,
જીવે છે ને મહાન પુરુષો, તેમજ જીવવું એજ મહા. ॥૫-૬॥

वैश्वानर:    प्रविशत्यतिथिर्ब्राह्मणों     गृहान् ।
तस्यैतां शान्ति कुर्वन्ति हर वैवस्वतोदकम् ॥७॥
vaishvanarah pravishatya tithir brahmano gruhan ।
tasyaitam shantim kurvanti hara vaivasvatodakam ॥7॥

आशा  प्रतीक्षे  संगतं   सूनृतां  च   इष्टापूर्ते   पुत्रपशूंश्च सर्वान् ।
एतद् वृड्क्ते पुरुषस्याल्पमेधसो  यस्यानश्नन् वसति ब्राह्मणो गृहे ॥८॥
asha pratikshe sangatam sunrutam
ch eshtapurte putra pashum shcha sarvan ।
etad vrunkte purushasy alpa medhaso
yasyan ashnan vasati brahmano gruhe ॥ 8॥

એમ કહીને નચિકેતા તો યમના ભવન તરફ ચાલ્યો,
ભૂખે તરસે ત્રણ દિન ઊભો, ત્રણ દિવસે યમ તો આવ્યો;
યમપત્નીએ કહ્યું, કો’ક આ બ્રાહ્મણબાળક આવ્યો છે,
અતિથિરૂપી અગ્નિ તેનો સત્કાર સદા સારો છે.
જેના ઘરમાં ભૂખ્યો તરસ્યો અતિથિ કોઈ વાસે છે,
તે ગૃહસ્થની આશા સર્વે ને સુખ સઘળાં નાસે છે;
યજ્ઞદાનનાં ફલ જાયે છે, પુત્ર નષ્ટ પશુ થાયે છે,
અતિથિતણો સત્કાર ના કરે, મંદબુદ્ધિ તે પામે છે. ॥૭-૮॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.