કઠોપનિષદ

Adhyay 2, Valli 2, Verse 01-05

द्वितीय अध्याय | द्वितीय वल्ली
બીજો અધ્યાય - બીજી વલ્લી


પરમાત્મા વિશે

पुरम् एकादश द्वारम् अजस्यावक्रचेतस: ।
अनुष्ठाय न शोचति विमुक्तश्च विमुच्यते ॥ एतद् वै तत् ॥१॥
puram ekadasha dvaram ajasy avakra-chetasah ।
anushthaya na shochati vimukta shcha vimuchyate ।
etad vai tat ॥1॥

એકાદશ દ્વારતણી કાયા, પ્રભુની નગરી તે તો છે,
તેને પામી પ્રભુને પામે તે જન મુક્ત બની જાયે. ॥૧॥
*
हंसः शुचिषद् वसुरन्तरिक्षसद् होता वेदिषदतिथिर्दुरोणसत् ।
नृषद् वरसदृतसद् व्योमसदब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥२॥
hamsah shuchishad vasur antarikshasad
hota vedishad atithir duronasat ।
nrushad varasad ritasad vyomasad
abja goja rutaja adrija rutam bruhat ॥2॥

જે પરબ્રહ્મ પરમધામી છે તે જ રહે છે આકાશે,
તે જ હમેશાં ગૃહસ્થ ઘરમાં અતિથિ બનીને આવે છે;
યજ્ઞમહીં છે અગ્નિ તેજ, ને હોતા પણ તે છે સાચે,
મનુષ્યરૂપે, જલપર્વતમાં, તે જ સત્ય સઘળે ભાસે. ॥૨॥
*
ऊर्ध्वं प्राणमुन्नयत्यपानं प्रत्यगस्यति ।
मध्ये वामनमासीनं विश्वेदेवा उपासते ॥३॥
urdhvam pranam unnayaty apanam pratyag asyati ।
madhye vamanam asinam vishve deva upasate ॥ 3॥

પ્રાણ ઉપર લૈ જાય તે અને અપાનને નીચે ઠેલે,
હૃદયમહીં રે’છે તે પ્રભુજી, દેવ ઉપાસે છે તેને. ॥૩॥
*
अस्य विस्त्रंसमानस्य शरीरस्थस्य देहिन: ।
देहाद्विमुच्यमानस्य किमत्र परिशिष्यते ॥ एतद् वै तत् ॥४॥
asya visram-samanasya sharira-sthasya dehinah ।
dehad vimuchya-manasya kim-atra parishishyate ।
etad vai tat ॥ 4॥

જીવાત્મા આ શરીરમાંથી જ્યારે નિકળી જાયે છે,
ત્યારે કોણ રહે છે તેમાં, મૃત્યુ બધાયે જાણે છે;
નચિકેતા ! તે વખતે તેમાં પરમાત્મા આ વાસે છે,
જડ ને ચેતન બધામહીં આ પરમાત્મા તો વ્યાપે છે. ॥૪॥
*
न प्राणेन नापानेन मर्त्यो जीवति कश्चन ।
इतरेण तु जीवन्ति यस्मिन्नेतावुपाश्रितौ ॥५॥
na pranena na apanena martyo jivati kashchana ।
itarena tu jivanti yasmin etau upashritau ॥ 5॥

પ્રાણથકી જીવે ના કોઈ, અપાનથી ના જીવે છે,
જેમાં પ્રાણ અપાન રહે તે પ્રભુથી સઘળાં જીવે છે. ॥૫॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.