Kiskindha Kand
Monkey army meet an ascetic
तपस्विनी से भेंट
दूरि ते ताहि सबन्हि सिर नावा । पूछें निज बृत्तांत सुनावा ॥
तेहिं तब कहा करहु जल पाना । खाहु सुरस सुंदर फल नाना ॥१॥
मज्जनु कीन्ह मधुर फल खाए । तासु निकट पुनि सब चलि आए ॥
तेहिं सब आपनि कथा सुनाई । मैं अब जाब जहाँ रघुराई ॥२॥
मूदहु नयन बिबर तजि जाहू । पैहहु सीतहि जनि पछिताहू ॥
नयन मूदि पुनि देखहिं बीरा । ठाढ़े सकल सिंधु कें तीरा ॥३॥
सो पुनि गई जहाँ रघुनाथा । जाइ कमल पद नाएसि माथा ॥
नाना भाँति बिनय तेहिं कीन्ही । अनपायनी भगति प्रभु दीन्ही ॥४॥
(दोहा)
बदरीबन कहुँ सो गई प्रभु अग्या धरि सीस ।
उर धरि राम चरन जुग जे बंदत अज ईस ॥ २५ ॥
તપસ્વિનીનો ભેટો
(દોહરો)
દુરથી જ વંદી કહ્યું એને નિજ વૃતાંત,
આજ્ઞા પામી સ્નાનથી થયા પાનથી શાંત.
ફળ મધુમય આરોગતાં સુણી કથા એની;
થઇ રામ પાસે જવા મનોવૃતિ એની.
સીતા મેળવશો તમે થશો નિરાશ ન લેશ;
આપું આશીર્વાદ હું પામો સરસ પ્રદેશ.
એના આશીર્વાદથી આંખ ઉઘાડી તો
સમુદ્રતટ પરનો સુભગ પ્રદેશ પેખ્યો કો.
તપસ્વિની તે રામની પાસે પછી ગઇ;
ધન્ય કરી રઘુનંદને અખંડ ભક્તિ દઇ.
પ્રભુ આજ્ઞાથી તે ગઇ શુચિ બદરીવનમાં
ધરી રામચરણકમળ પ્રેમથકી ઉરમાં.