Lanka Kand
Nal and Neel start construction of bridge
नल और नील की सहायता से सेतुबंध का श्रीगणेश
यह लघु जलधि तरत कति बारा । अस सुनि पुनि कह पवनकुमारा ॥
प्रभु प्रताप बड़वानल भारी । सोषेउ प्रथम पयोनिधि बारी ॥१॥
तब रिपु नारी रुदन जल धारा । भरेउ बहोरि भयउ तेहिं खारा ॥
सुनि अति उकुति पवनसुत केरी । हरषे कपि रघुपति तन हेरी ॥२॥
जामवंत बोले दोउ भाई । नल नीलहि सब कथा सुनाई ॥
राम प्रताप सुमिरि मन माहीं । करहु सेतु प्रयास कछु नाहीं ॥३॥
बोलि लिए कपि निकर बहोरी । सकल सुनहु बिनती कछु मोरी ॥
राम चरन पंकज उर धरहू । कौतुक एक भालु कपि करहू ॥४॥
धावहु मर्कट बिकट बरूथा । आनहु बिटप गिरिन्ह के जूथा ॥
सुनि कपि भालु चले करि हूहा । जय रघुबीर प्रताप समूहा ॥५॥
(दोहा)
अति उतंग गिरि पादप लीलहिं लेहिं उठाइ ।
आनि देहिं नल नीलहि रचहिं ते सेतु बनाइ ॥ १ ॥
MP3 Audio
નલ અને નીલની મદદથી સેતુનિર્માણના શ્રીગણેશ
(દોહરો)
અલ્પ સિંધુને તો પછી તરવામાં શી વાર ?
હનુમાન વદ્યા સિંઘુને શોષી લો તત્કાળ.
વડવાનલસમ દિવ્ય છે પ્રભુપ્રતાપ ભારી,
રડવા લાગી કિન્તુ સૌ શોકે રિપુનારી.
અશ્રુધારથી એમની ફરી ભરાયો એ
વળી બની ખારો ગયો. અત્યુકિત સુણીને.
કપિ હર્ષિત સઘળા બન્યા; કહ્યું જાંબવાને
નલનીલ ધરો રામના પ્રભાવને ધ્યાને.
રચના સેતુતણી કરો કપિ ને ભાલુ મળી,
રામચરણપંકજ ઉરે કરો સહાય ધરી.
કપિ ને ભાલુ પછી વદી જય જય શ્રી રઘુવીર
પર્વત તેમજ વૃક્ષને ઉપાડી લઈ ધીર.
લાગ્યા નલ ને નીલને નેહથકી દેવા
મંડાયા ત્યાં સેતુના શ્રીગણેશ એવા.