Lanka Kand
Monkey army cross ocean using bridge
सेतुनिर्माण कार्य संपन्न, वानरसेना समुद्रपार पहोंची
बाँधि सेतु अति सुदृढ़ बनावा । देखि कृपानिधि के मन भावा ॥
चली सेन कछु बरनि न जाई । गर्जहिं मर्कट भट समुदाई ॥१॥
सेतुबंध ढिग चढ़ि रघुराई । चितव कृपाल सिंधु बहुताई ॥
देखन कहुँ प्रभु करुना कंदा । प्रगट भए सब जलचर बृंदा ॥२॥
मकर नक्र नाना झष ब्याला । सत जोजन तन परम बिसाला ॥
अइसेउ एक तिन्हहि जे खाहीं । एकन्ह कें डर तेपि डेराहीं ॥३॥
प्रभुहि बिलोकहिं टरहिं न टारे । मन हरषित सब भए सुखारे ॥
तिन्ह की ओट न देखिअ बारी । मगन भए हरि रूप निहारी ॥४॥
चला कटकु प्रभु आयसु पाई । को कहि सक कपि दल बिपुलाई ॥५॥
(दोहा)
सेतुबंध भइ भीर अति कपि नभ पंथ उड़ाहिं ।
अपर जलचरन्हि ऊपर चढ़ि चढ़ि पारहि जाहिं ॥ ४ ॥
MP3 Audio:
વાનરસેના સેતુનું નિર્માણ કરે છે, સમુદ્ર પાર કરે છે
સુદ્દઢ સેતુની સૃષ્ટિ કરી કૃપાસિંઘુ મન ગયું ઠરી;
સૈન્ય વધ્યું વર્ણન નવ થાય, ગરજ્યા મર્કટ ભટ સમુદાય.
ચઢી સેતુહૃદયે રઘુરાય જોવા લાગ્યા સિંઘુ વિશાળ;
દર્શન કરવા કરુણાકંદ પ્રગટયાં સર્વે જલચરવૃંદ.
મગરમચ્છ મીન વળી વ્યાલ શત યોજન તનનાં સુવિશાળ,
ભક્ષણ કરે એમનું જે ડરે જંતુ બીજાથી ને
કરી રહ્યાં તે પ્રભુદર્શન પરમ અનુભવી આકર્ષણ
મગ્ન બન્યાં પ્રભુરૂપમહીં, હઠ્યાં હઠાવ્યા છતાં નહીં.
ચાલ્યું સૈન્ય મળ્યે આદેશ, કોણ વર્ણવે એને લેશ ?
(દોહરો)
ભીડ સેતુબંધે થઈ ચાલ્યા કપિ નભપંથ,
ચાલ્યા જલચર પર ચઢી વાનરવીર અનંત.