Lanka Kand
Ravan ignore Mandodari's advise
रावण ने मंदोदरी की बात नहीं सुनी
तब रावन मयसुता उठाई । कहै लाग खल निज प्रभुताई ॥
सुनु तै प्रिया बृथा भय माना । जग जोधा को मोहि समाना ॥१॥
बरुन कुबेर पवन जम काला । भुज बल जितेउँ सकल दिगपाला ॥
देव दनुज नर सब बस मोरें । कवन हेतु उपजा भय तोरें ॥२॥
नाना बिधि तेहि कहेसि बुझाई । सभाँ बहोरि बैठ सो जाई ॥
मंदोदरीं हदयँ अस जाना । काल बस्य उपजा अभिमाना ॥३॥
सभाँ आइ मंत्रिन्ह तेंहि बूझा । करब कवन बिधि रिपु सैं जूझा ॥
कहहिं सचिव सुनु निसिचर नाहा । बार बार प्रभु पूछहु काहा ॥४॥
कहहु कवन भय करिअ बिचारा । नर कपि भालु अहार हमारा ॥५॥
(दोहा)
सब के बचन श्रवन सुनि कह प्रहस्त कर जोरि ।
निति बिरोध न करिअ प्रभु मत्रिंन्ह मति अति थोरि ॥ ८ ॥
MP3 Audio
રાવણ મંદોદરીની વાતને ગણકારતો નથી
કહ્યું રાવણે દંભ કરી મિથ્યા પ્રિયા, રહી તું ડરી;
વિશ્વે મારાસમ કો વીર, યુદ્ધે કોનું વધ્યું ખમીર ?
વરુણ કુબેર પવન યમકાળ જીત્યા ભુજબળ મેં દિગપાલ;
દેવદનુજ વશ સકળ કર્યા, મુજથી મુનિનરલોક ડર્યા.
સમજાવીને કહેતાં એમ મરણાસન્ન જીવની જેમ;
કર્યો સભામાં પછી પ્રવેશ પ્રકાશ ના પામી લવલેશ.
કરી રહી પ્રમદા અનુમાન કાળવશ કરે છે અભિમાન.
(દોહરો)
સચિવોને પૂછયું કહો યુદ્ધ કેમ કરવું,
કહ્યું એમણે નાથ, ના લેશ ઘટે ડરવું.
કોનો ભય છે, મનુજ સૌ વાનર ભાલુ વળી,
આહાર કહ્યા આપણા, જશે બધાય મરી.
રાવણપુત્ર પ્રહસ્ત પણ બોલ્યો, નીતિ તજી,
ઘટે વર્તવું ના, વખત વીત્યો નથી હજી.