Lanka Kand
Ram's arrow displace Ravan's crown
श्रीराम के बाण से रावण का मुकुट गिरा
देखु बिभीषन दच्छिन आसा । घन घंमड दामिनि बिलासा ॥
मधुर मधुर गरजइ घन घोरा । होइ बृष्टि जनि उपल कठोरा ॥१॥
कहत बिभीषन सुनहु कृपाला । होइ न तड़ित न बारिद माला ॥
लंका सिखर उपर आगारा । तहँ दसकंघर देख अखारा ॥२॥
छत्र मेघडंबर सिर धारी । सोइ जनु जलद घटा अति कारी ॥
मंदोदरी श्रवन ताटंका । सोइ प्रभु जनु दामिनी दमंका ॥३॥
बाजहिं ताल मृदंग अनूपा । सोइ रव मधुर सुनहु सुरभूपा ॥
प्रभु मुसुकान समुझि अभिमाना । चाप चढ़ाइ बान संधाना ॥४॥
(दोहा)
छत्र मुकुट ताटंक तब हते एकहीं बान ।
सबकें देखत महि परे मरमु न कोऊ जान ॥ १३(क) ॥
अस कौतुक करि राम सर प्रबिसेउ आइ निषंग ।
रावन सभा ससंक सब देखि महा रसभंग ॥ १३(ख) ॥
MP3 Audio
શ્રીરામના બાણથી રાવણનો મુકુટ પડી જાય છે
જુઓ વિભીષણ દક્ષિણ ખાસ ઘન ઘમંડ દામિની વિલાસ;
મધુર મધુર ગરજે ઘન ઘોર, વૃષ્ટિ કરે છે કરા કઠોર.
વદ્યા વિભીષણ સુણો કૃપાળ, નથી તડિત કે વાદળમાળ,
લંકાશિખર ઉપર આગાર રાવણ નીરખે નૃત્ય રસાળ.
છત્ર શ્યામ શિર મેઘસમાન ઘટા જલદની એ બળવાન;
ચમકે ચપલાશાં કુંડળ મંદોદરી શ્રવણ સુંદર.
વાગે મૃદંગ તાલ અનુપ એ જ શબ્દ સુમઘુર સુરભૂપ !
વિહસ્યા પ્રભુ જાણી અભિમાન, ધનુષ ચઢાવી તાકયું બાણ.
(દોહરો)
છત્ર મુકુટ કુંડળ તરત તોડ્યાં એક જ બાણ,
પડયાં સર્વના દેખતાં, થયું ન મર્મનું જ્ઞાન.
કૌતુક કરતાં રામશર આવ્યું ફરી નિષંગ;
ભય પામી રાવણસભા થતાં મહા રસભંગ.