Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद रामदूत बनकर रावण की सभा में गया
 
तुरत निसाचर एक पठावा । समाचार रावनहि जनावा ॥
सुनत बिहँसि बोला दससीसा । आनहु बोलि कहाँ कर कीसा ॥१॥
 
आयसु पाइ दूत बहु धाए । कपिकुंजरहि बोलि लै आए ॥
अंगद दीख दसानन बैंसें । सहित प्रान कज्जलगिरि जैसें ॥२॥
 
भुजा बिटप सिर सृंग समाना । रोमावली लता जनु नाना ॥
मुख नासिका नयन अरु काना । गिरि कंदरा खोह अनुमाना ॥३॥
 
गयउ सभाँ मन नेकु न मुरा । बालितनय अतिबल बाँकुरा ॥
उठे सभासद कपि कहुँ देखी । रावन उर भा क्रौध बिसेषी ॥४॥
 
(दोहा)
जथा मत्त गज जूथ महुँ पंचानन चलि जाइ ।
राम प्रताप सुमिरि मन बैठ सभाँ सिरु नाइ ॥ १९ ॥

MP3 Audio

 
અંગદ રાવણની સભામાં પહોંચે છે
 
(દોહરો)          
રાવણના આદેશથી દૂત ગયા દોડી,
લાવ્યા અંગદને તરત હિંમતને જોડી.
 
સજીવ કાજળ ગિરિસમો બેઠેલો જોયો,
રાવણને ત્યાં અંગદે તો પણ ના મોહ્યો.
*
ભૂજા વિટપ શિર શૃંગસમાન રોમસમૂહ લતા જ પ્રમાણ;
નયન નાસિકા મુખ ને કાન ગિરિકંદરા ગુફા અનુમાન.
 
(દોહરો)          
અંગદ અતિબલ નિર્ભય આવ્યો સભામહીં,
ઊઠ્યા સભાસદ દેખતાં કપિવર શ્રેષ્ઠ લહી.
 
સિંહ મત્ત ગજજૂથમાં ચાલે નિર્ભય જેમ,
રામપ્રતાપ સ્મરી નમી અંગદ બેઠો એમ.