માંડૂક્ય ઉપનિષદ

Verse 01-03

ૐકાર વિશે

ॐ इत्येतदक्षरमिदँ सर्वं तस्योपव्याख्यानं
भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव
यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव  ॥१॥

om iti etad aksharam idam sarvam
tasy upavyakhyanam bhutam bhavad
bhavishyad iti sarvam omkara eva
yacchanyat trikal-atitam tadapi omkara eva ॥1॥

ૐ અવિનાશી પરમાત્મા છે, જગ તેનો મહિમા ગાયે,
જગત થયું જે થઈ રહ્યું ને થશે સર્વ પરમાત્મા તે;
વળી ભૂત ને વર્તમાન ને ભવિષ્યથી જે બ્હાર રહે,
તત્વ તેય પરમાત્મા પોતે, તે સર્વે ૐકાર ખરે. ॥૧॥
*
सर्वं ह्येतद् ब्रह्मायमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पात् ॥२॥

sarvam hyetad brahmayam atma
brahma so'yam atma chatushpat ॥2॥

જગત સર્વ છે બ્રહ્મ, અને આ આત્મા યે પરમાત્મા છે;
પરમાત્માના ચાર ચરણની કલ્પના કરી વિદ્વાને. ॥૨॥
*
પ્રથમ ચરણ (પાદ)

जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः
स्थूल भुग्वैश्वानरः प्रथमः पादः ॥३॥

jagarita sthano bahish-prajnah sapt-anga
ekonavimshati-mukhah sthula
bhug-vaishvanarah prathamah padah ॥3॥

દૃશ્ય જગત આ શરીર જેનું, જેનું જ્ઞાન બધે વ્યાપ્યું,
સાત લોક છે જેનાં અંગો, જગનો ભોક્તા જે જાણું,
ઓગણીસ જેનાં છે મુખ, ને જેણે જગ ધાર્યું સારૂં,
તે પરમાત્મા પ્રથમ પાદ છે, વિદ્વાને એવું જાણ્યું. ॥૩॥

(જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય દસ ને પ્રાણ પાંચ છે દેહમહીં,
અંતઃકરણ ચાર છે, એ સૌ ઓગણીસ મુખ સર્વ મળી.)

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.