મુંડક ઉપનિષદ

પ્રથમ મુંડક, દ્વિતીય ખંડ, 05-10

અગ્નિહોત્રીનું ફલ
एतेषु यश्चरते भ्राजमानेषु यथाकालं चाहुतयो ह्याददायन् ।
तं नयन्त्येताः सूर्यस्य रश्मयो यत्र देवानां पतिरेकोऽधिवासः ॥५॥

eteshu yashcharate bhrajamaneshu
yatha kalam chahutayo hyadadayan ।
tam nayantyetah suryasya rashmayo
yatra devanam patireko'dhivasah ॥5॥

અગ્નિહોત્ર જે કરે સમય પર, તેણે આહુતિ જે આપી,
તે આહુતિ રવિકિરણ બનીને ઈન્દ્ર પાસે દેતી લાવી.
મતલબ કે જે યજ્ઞ કરે તે સ્વર્ગસુખોને પામે છે,
અગ્નિહોત્ર એ સ્વર્ગપ્રાપ્તિનો સીધો ઉપાય સાચે છે. ॥૫॥
*
एह्येहीति तमाहुतयः सुवर्चसः सूर्यस्य रश्मिभिर्यजमानं वहन्ति ।
प्रियां वाचमभिवदन्त्योऽर्चयन्त्य एष वः पुण्यः सुकृतो ब्रह्मलोकः ॥६॥

ehyehiti tam ahutayah suvarchasah
suryasya rashmi-bhiryajamanam vahanti ।
priyam vacham abhivadantyo archayantya
esha vah punyah sukruto brahma-lokah ॥6॥

સૂર્યકિરણમાં પલટાયેલી આહુતિ એ સૌ બોલે છે,
આવો, શુભકર્મોથી મળતો શ્રેષ્ઠ લોક આ શોભે છે;
આવી મીઠી વાણી વારંવાર કહી સત્કાર કરે,
આહુતિ તે સાધકને છેક જ સ્વર્ગલોક પાસે લાવે. ॥૬॥
*
प्लवा ह्येते अदृढा यज्ञरूपा अष्टादशोक्तमवरं येषु कर्म ।
एतच्छ्रेयो येऽभिनन्दन्ति मूढा जरामृत्युं ते पुनरेवापि यन्ति ॥७॥

plava hyete adridha yajna-rupa
ashtadashoktamavaram yeshu karma ।
etacchhreyo ye'bhinandanti mudha
jara mrutyum te punar evapi yanti ॥7॥

અઢાર નૌકા યજ્ઞતણી આ, તે ના દૃઢ સર્વે સાચે,
સકામ કર્મ વળી છે તેમાં, દુઃખ તે થકી ના જાયે;
અઢાર આ યજ્ઞોને મૂર્ખ વખાણે શ્રેય કહી સાચે,
જરા મૃત્યુથી ના છૂટે તે, પરમેશ્વરને ના પામે. ॥૭॥
*
अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः ।
जङ्घन्यमानाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः ॥८॥

avidyayamantare vartamanah
svayam dhirah panditam manyamanah ।
janghanyamanah pariyanti mudha
andhenaiva niyamana yathandhah ॥8॥

જેમ અંધ અંધાજનથી ના ચોક્ખા મારગ પર ચાલે,
તેમ ભટકતા તે સૌ પંડિત અજ્ઞાનમહીં જે રાચે. ॥૮॥
*
अविद्यायं बहुधा वर्तमाना वयं कृतार्था इत्यभिमन्यन्ति बालाः ।
यत् कर्मिणो न प्रवेदयन्ति रागात् तेनातुराः क्षीणलोकाश्च्यवन्ते ॥९॥

avidyayam bahudha vartamana vayam
kritartha itya abhimanyanti balah ।
yat karmino na pravedayanti ragat
tenaturah kshina-lokashchyavante ॥9॥

સકામ કર્મોમાં તે રાચે, કૃતાર્થ પોતાને માને,
વિષયોનો રસ છોડીને, કલ્યાણમાર્ગ ના અપનાવે;
તેથી પુણ્ય પૂરું થાયે ત્યાં તે સર્વે પાછા જન્મે,
ઈશ્વરને ના પામે ત્યાં લગ દુઃખદર્દમાં સપડાયે. ॥૯॥
*
इष्टापूर्तं मन्यमाना वरिष्ठं नान्यच्छ्रेयो वेदयन्ते प्रमूढाः ।
नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभूत्वेमं लोकं हीनतरं वा विशन्ति ॥१०॥

ishtapurtam manyamana varishtham
nanyacchhreyo vedayante pramudhah ।
nakasya prushthe te sukrute anubhutvemam
lokam hinataram va vishanti ॥10॥

યજ્ઞ ને વળી સકામ કર્મો, તેને ઉત્તમ જે માને,
મૂર્ખ તે બધા, વધુ ઉત્તમ જે વસ્તુ તેને ના જાણે;
સ્વર્ગલોકમાં ભોગ ભોગવે, પુણ્ય થાય પૂરૂં ત્યારે,
આ લોકે કે નીચલોકમાં જન્મે સાધક તે સાચે. ॥૧૦॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.