Text Size

અખિલ બ્રહ્માંડમાં એક તું

અખિલ બ્રહ્માંડમાં એક તું - બે અલગ સ્વરમાં

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.


MP3 Audio

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ... અખિલ બ્રહ્માંડમાં.

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા !
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે ... અખિલ બ્રહ્માંડમાં.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે ... અખિલ બ્રહ્માંડમાં.

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે ... અખિલ બ્રહ્માંડમાં.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે ... અખિલ બ્રહ્માંડમાં.

 - નરસિંહ મહેતા

Comments  

+3 #35 Abhay Patel 2017-05-24 18:03
I am proud to declare myself a Gujarati.
+1 #34 Vaghela Pradeep 2017-01-27 12:54
અદભુત....! કઇ બોલવાનું જ મન ના થાય આ સાંભળી ને...! અત્યાર સુધી બહુ ઓછી કવિતા ભજન સાંભળ્યા છે...એ બધા માંથી આ સર્વ શ્રેષ્ઠ છે...પહેલા લાગતું કે કોઈ કોઈ ના ભજન ભક્તિ માં આખું જીવન કેમ વિતાવી શકે...પણ હવે લાગે છે કે એક જીવન ઓછું પડે....નમન વંદન નરસિંહ મહેતા...!

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે ... અખિલ બ્રહ્માંડમાં
+3 #33 Sanjay Sanghvi 2016-09-27 11:40
ભક્તિ નો પર્યાય કે ભક્તિ નો ગુણ સમજવો હોઈ તો 'નરસિંહ મેહતા" એમ કેહવું પડે।
+4 #32 Oza Parth Yogesh 2016-01-15 17:26
હૃદયના તાર ઝણઝણાવી, હૃદયમાં ઈશ્વરપ્રેમ પ્રગટાવે તેવું અદભુત પદ. જીવનનો સાચો ધ્યેય બતાવનાર.
+7 #31 Prafullbhai Joshi 2015-11-27 10:54
નરસિંહ, તમે પાછા અવતરો, મારે તમારી સંગે નાચવું છે, તમારું તત્વજ્ઞાન કેટલું સરળ છે. કઈ સ્કૂલમાંથી શીખ્યા એ જ્ઞાન ? તમે ઈશ્વરને જોતાં જોતાં આ રચના લખી હોય તેમ લાગે છે.
As a Gujubhai, I have very much proud that we also having a SIDDHA PURUSH besides we r merchant.
નરસિંહે જે નામનો વેપાર કર્યો તે અદભુત, અનન્ય અને અનંત છે. લાખ લાખ પ્રણામ નરસિંહ મહેતાને.
+4 #30 Pankaj Mistry 2015-11-21 07:19
Most soothing and eye opener
+4 #29 Archana S. Sheshadri 2013-11-06 20:13
This is best poem I have ever read. And always listen in All India Radio - A'bad. It is in very simple language and still deep meaning. Jujve Rupe Anant Bhase & vruksha ma beej tu, beej ma vruksha tu ... these two lines have deep meaning of life. It is proud to have such poet in Gujarati & Narsih Mehta. Namskar.
+6 #28 Rajendra R.Shah 2013-06-26 13:33
This is best poem I have ever read. If Narsinh Mehta write only this poem also then he might be considered as one of the best poet on earth. Very simple language and still deep meaning. Jujve Rupe Anant Bhase----Jehane Je Game Te Puje -- Sarva Dharama Saman---Man Vachan Karamathi aap mani lahe---God is truth. Really unbelivable. After reading for so many times we can not repeat the words how one can write such a great poem this is only possibble it is from heart. It is proud to have such poet in Gujarati. Namskar.
+10 #27 Ankur Suthar 2012-07-15 21:00
I am proud of my Gujarat, becauce it has a such a wonderful poet.
+14 #26 Pratik Patel 2012-05-16 10:02
ધન્ય આ ગુજરાતની ધરતી, ધન્ય થયી ગુજરાતી ભાષા,
ધન્ય આ ભારત થયું અને ધન્ય થયું આ વિશ્વ ... નરસિંહ મહેતાને પામીને.

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok