નારાયણનું નામ જ લેતાં

નારાયણનું નામ જ લેતાં - ચાર અલગ સ્વરમાં
MP3 Audio

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે ... નારાયણનું નામ.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે ... નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે ... નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે ... નારાયણનું નામ.

 - નરસિંહ મહેતા

Comments  

0 #5 નૃપેશ 2020-04-10 20:41
ગુજરાતી ભાષા નો અમૂલ્ય ખજાનો ટેકનોલોજીથી બધાને સુલભ બનાવનારને ખુબ ખુબ અભિનંદન અને આભાર ..
+1 #4 Devarshi Joshi 2018-08-26 00:00
Thank you so so much for putting lyrics of `bhajan'
0 #3 Pinakin Mavani 2017-06-14 23:53
Nowhere such a collection in vocal and text.
Not only that one of them in Karnatic style. Thanks for preserving the great heritage. અદભૂત.
0 #2 Jay Kalyani 2015-06-20 22:30
This article made my Project easy. Thanks!
-1 #1 Guest 2009-11-25 06:23
For listening purpose, none of Narsinh Mehta's bhajans is more dynamic. Still vaishnav jan to is the best and Gandhiji has some influence on that bhajan also.

Today's Quote

We are disturbed not by what happens to us, but by our thoughts about what happens.
- Epictetus
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.