Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી..

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી..

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી..

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી..

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી..

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી..

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..

- નરસિંહ મહેતા

Comments

Search Reset
1
Prakash Vasani
6 years ago
આ લોકડાઉનમાં ભજનો સંગ્રહ કરું છું
Like Like Quote
6
Pankaj
14 years ago
ભજન ખૂબ સારુ છે.
Like Like Quote
10
Rakesh Rathod
15 years ago
સીધા દિલમાં ઉતરી જાય છે નરસિંહ મહેતા, મીરાંબાઈના ભજનો. અમે ખરેખર ધન્ય છીએ કે આવા ભજન અમે સાંભળી શક્યા.
Like Like Quote
7
Manilal M Maroo
15 years ago
તમે ગુજરાતી સંસ્કૃતિનું ખુબ જતન કરો છો. આજની યુવા પેઢીને આની બહુ જરૂરત છે. Really we people are very lucky because of this web site which provides us spiritual knowledge.
Like Like Quote

Add comment

Submit