Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમ પતન ન કરે, કદીયે પ્રેમ પતન ન કરે !

સાચા દિલનો પ્રેમ પુનિત તો મંગલરૂપ ઠરે;
ઉન્નતિ સાધે આતમની ને બંધન સર્વ હરે. ... કદીયે પ્રેમ.

નિર્મળ પ્રભુમય પ્રેમ પરમ કો’ સાધન થાય ખરે;
સિદ્ધિ આપે, શાંતિ ધરી દે, જીવનદાન કરે. ... કદીયે પ્રેમ.

સર્વપ્રકારે સુખદાયક તે જેને લેશ વરે;
તેને કમી રહે ના કાંઈ, ઈપ્સિત સર્વ મળે. ... કદીયે પ્રેમ.

પામે તેમ પ્રમાણે માણે ને કિલ્લોલ કરે;
‘પાગલ’ કોઈ બડભાગી જન સ્હેજે તાપ તરે. ... કદીયે પ્રેમ.

(૧૨-૮-૧૯૫૭, સોમવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit