Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મને જીવનદાન કર્યું.
તમે મને અમૃતપાન ધર્યું.

જીવનના વનમાં ફરવાનું ખૂબ હતું કપરું,
સાથ તમે આપીને તેમાં કષ્ટ હર્યું સઘળું. ... તમે મને.

ભવોભવતણું દળદર મારું તેમજ તિમિર ટળ્યું;
શીતળ સોડ તમારી પામી કિસ્મત છેક ફર્યું. ... તમે મને.

કહી શકાયે કેમ કરીને કેવું જાદુ કર્યું,
ચેતન તમે તમારું મારે રોમરોમ ભર્યું. ... તમે મને.

ધન્ય હતો એ દિન કે જ્યારે હૈયે હૈયું મળ્યું;
લેશ પ્રેમને જોતાં જ તમે નિજ સર્વસ્વ ધર્યું. ... તમે મને.

બદલો વાળું કેમ કરીને, ઋણ વળી વિસરું ?
‘પાગલ’ વર્યો તમોને તેમજ જન્મોજન્મ વરું. ... તમે મને.

(૨૩-૨-૧૯૫૮, રવિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit