Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી દિવ્ય કૃપા વરસે,
આતમ કેમ મરે તરસે ?

ચિંતા શાની હોય પછીથી હોય વિષાદે કે;
સંકટ ભલે સતાવે તોપણ હિંમત તૂટે શે ? ... તમારી.

પ્રેમ તમારો મળે સતાવે ઝેર જગતનાં શે ?
અમીનજર જો મળે તમારી વૈભવ મોટો એ. ... તમારી.

ઈચ્છા ફળે બધીયે તો તો ક્લેશ શમે સૌ ને;
વરસાવી દો દિવ્ય કૃપા એ, ધન્ય કરો સ્પરશે. ... તમારી.

(૯-૪-૧૯૫૮, બુધવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit