Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે તો કરુણા કૈંક કરો.
મારી ધ્યાને અરજ ધરો.

આતુર આંખ લઈને બેઠો ઉર અનુરાગ ખરો;
પ્રકટાવી દો રૂપ તમારું, વરસો નેહ નરો. ... તમે તો.

વર્ષાના વાદળ જેવાં ભાવે પ્રાણ ભરો,
શીતળ તેમ સુધામય સ્પર્શે મારું ભાન હરો. ... તમે.

‘પાગલ’ જેમ તમોને ઝંખું, જીવનશ્રેય કરો;
આજ અવશ્ય મળો મધરાતે, શોક હરો સઘળો. ... તમે.

જપ તપ પૂજા કૈં ના જાણું, પ્રેમ વળી ન ખરો;
ધારો તે તે છતાં કરી દો, આજ અવશ્ય મળો. ... તમે.

(૨૩-૫-૧૯૫૮, શુક્રવાર. જેઠ સુદ પાંચમ, સાબરમતી)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit