તમારો રાખ્યો છે આધાર.
દીપકથી વધુ અચળ જલે છે ઉર વિશ્વાસ વિશાળ. ... તમારો.
તોફાનમહીં દુઃખદર્દના સમજી તમને સાર,
ચરણોમાં શ્રદ્ધાને રાખી પાળી પ્રીત રસાળ. ... તમારો.
જાણીને જીવનના તમને પાલક ને રખવાળ,
કરી પ્રાર્થના અરજ વહાવી અશ્રુને હરકાળ. ... તમારો.
શંકા કરી નથી કોદીયે જીત મળી કે હાર;
કાળ કસોટીનો કપરો આ કરો હવે તો પાર. ... તમારો.
(૧૨-૭-૧૯૫૮, શનિવાર)
– © શ્રી યોગેશ્વરજી

