Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મને છોડશો ન કદી.
અલગ મારાથી થશો ના હે કૃપાળુ, ઘડી. ... તમે મને.

વસું વનમાં કોક વખતે તેમ પ્હાડ ચઢી,
ત્યાં તમારી હૂંફ રે’જો પ્રેમજ્યોત જડી. ... તમે મને.

દુઃખ સુખમાં રહું જીવનજંગ ઘોર લડી,
શુભાશિષની તે સમે પણ ખૂટશો ન ઝડી. ... તમે મને.

પ્રાર્થના છે એજ મારી, રહું પાસ પડી;
આંખ હરદમ આંખમાં હો, રહો અંગ અડી. ... તમે મને.

(૨૬-૭-૧૯૫૮, શનિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit