અમીરસ પીધો જેણે લેશ.
અમીમય થયું અંતર એનું,
મંગલ મળીયો વેશ;
પ્રવાસ પૂરો સફળ થયો ને
દિવ્ય સાંપડ્યો દેશ ... અમીરસ પીધો
તનમનના મેલ મટ્યા તેના,
ભ્રમણા ન રહી શેષ;
મહિમાવાન થયો તે જગમાં
બ્રહ્મા વિષ્ણુ મહેશ ... અમીરસ પીધો
અમંગલ ટળ્યું, મૃત્યુ મર્યું,
સર્વ કપાયા કલેશ;
શાંતિ સિતારી વાગી તેને
શ્વાસોશ્વાર હંમેશ ... અમીરસ પીધો
તમારા જ સાગરથી મારું
જીવન બન્યું રસેશ,
વરસું એ જ નિરંતર જગમાં
એમ કરું અભિષેક ... અમીરસ પીધો
- શ્રી યોગેશ્વરજી