હિંમતનું હથિયાર
MP3 Audio
*
હિંમતનું હથિયાર, ધરજે હિંમતનું હથિયાર.
ધીરજ ઢાલ, ધરી સ્નેહતણી, તપકેરી તલવાર;
સંયમ તીર, ક્ષમાનું બખ્તર, શ્રદ્ધાનો રખવાળ ... ધરજે
વિવેકને રાખ સદા વ્હારે, અંતર તેમ વિશાળ;
પોતાની સામે જ લડી લે કરવા રિપુને ઠાર ... ધરજે
નિરાશ ના થા, નાસી ના જા, ખાય ભલેને માર;
જોમ તેમ જુસ્સાથી લડજે, આવે છોને કાળ ... ધરજે
સુખદુઃખતણી કર ના ગણના, ધ્યેય હૃદયમાં ધાર;
'પાગલ' પામી પરમપદ તરી તાપ ભલેને તાર ... ધરજે
- શ્રી યોગેશ્વરજી