MP3 Audio
*
પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં
પ્રેમ પાવો વાગી ગયો મારા પ્રાણમાં... પ્રભુ પ્રેમ
નામના જપમાં જોડાયું ચિતડું
જૂનું સંભળાયું સુરતાનું ગીતડું,
મંગલ મૂર્તિ રમે મારા ઘ્યાનમાં... પ્રભુ પ્રેમ
રોમરોમ રંગાયાં રંગભીના રાગથી,
અંજાયો આતમ અનેરા અનુરાગથી,
હંસલો લાગી ગયો એના તાનમાં... પ્રભુ પ્રેમ
બંઘન તૂટી ગયાં સર્વ છેવટે
ક્રંદન છૂટી ગયાં ભવને તટે,
અંતર ડૂબી ગયું રસપાનમાં... પ્રભુ પ્રેમ
- શ્રી યોગેશ્વરજી