પ્રશ્નોપનિષદ

Third Question, Verse 04-06

यथा सम्रादेवाधिकृतान् विनियुङ्क्ते ।
एतन् ग्रामानोतान् ग्रामानधितिष्टस्वेत्येवमेवैष प्राण इतरान् प्राणान् पृथक्
पृथगेव सन्निधत्ते  पायूपस्थेऽपानं चक्षुःश्रोत्रे मुखनासिकाभ्यां
प्राणः स्वयं प्रातिष्टते मध्ये तु समानः ।
एष ह्येतद्धुतमन्नं समं नयति तस्मादेताः सप्तार्चिषो भवन्ति ॥४-५॥

Yatha samradevadhi krutan viniyunkte ।
Etan gramanotan Graman adhitist asvety evamevaisa
prana itaran pranan prthak Prthageva sannidhatte
Payupasthe'panam chaksuhsrotre mukha nasikabhyam
Pranah Svayam Pratistate madhye tu samanah ।
Esa hyetaddhutamannam samam nayati
Tasmadetah saptarchiso bhavanti ॥4-5॥

જેમ કો’ક સમ્રાટ રાખતો પોતાના અધિકારીને,
જુદા જુદા સ્થળમાં ચૂંટે ફરજો જુદી આપીને,
એ જ પ્રમાણે મુખ્ય પ્રાણ આ જુદા જુદા પ્રાણોને,
જુદા જુદા સ્થળમાં રાખે જુદી ફરજો આપીને. ॥૪॥

સ્વયં રહે છે આંખ કાનમાં, મુખ ને નાકે ચાલે છે,
અપાન રે’છે ગુદાઉપસ્થે, મૂત્ર અને મળ કાઢે છે;
શરીર મધ્યે સમાન રે’છે, તે જે અન્ન ખવાયે છે,
તેનું તત્વ બધા અંગોમાં સમભાવે પ્હોંચાડે છે;
એ અન્નતણા રસથી સાતે દ્વાર શક્તિને પામે છે,
આંખ, કાન ને નાક, જીભ એ સાતે કાર્ય બજાવે છે. ॥૫॥
*
વ્યાન નામના પ્રાણનું વર્ણન: નાડી વિશે

हृदि ह्येष आत्मा ।
अत्रैतदेकशतं नाडीनं तासां शतं शतमेकैकस्या
द्वासप्ततिर्द्वासप्ततिः प्रतिशाखानाडीसहस्राणि भवन्त्यासु व्यानश्चरति ॥६॥

Hrdi hyesa atma ।
Atraitad eka satam nadinam
Tasam satam satam ekaikasya dva-saptatir-dvasaptatih
Prati-sakha-nadi-sahasrani Bhavantyasu vyanascharati ॥ 6॥

જીવાત્મા આ હૃદયે રે’છે, હૃદયે સો નાડીઓ છે,
એકેકતણી એક સો વળી શાખાનાડી થાયે છે;
એક એક શાખાનાડીની થાય વળી બોત્તેર હજાર,
પ્રતિશાખા-નાડીઓ, એમાં વ્યાન વાયુનો છે સંચાર. ॥૬॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.