Text Size

સાંઈનાથ સિદ્ધિગીત

દીપક માટે તેલ લાવતા, તમે ગામથી માગીને,
દીપક આખી રાત બાળતા, સાધન કરતા જાગીને

દુકાનદારોએ ના આપ્યું, તેલ એક દિવસે તમને.
પાણી દ્વારા દીપક બાળ્યા, તે દિનથી સઘળાય તમે,

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે

અંતરના દીપક પેટાવો, પ્રેમ પ્રકાશ ભરી એમાં;
જીવનની જડતા જાયે ને, અજવાળું થાયે તેમાં.
*
કરો રસોઈ ત્યારે સાધન વિના ઉકળતી દાળમહીં,
બાંય ચઢાવી હાથ ફેરવો, કદી શાક ને દાળમહીં;

અગ્નિને અડતા’તા તો પણ, ઉની આવતી આંચ નહીં,
અગ્નિના પર વિજય તમારો, ઉની આવતી આંચ નહીં,

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે

કામ ક્રોધ ને વિકાર ચિંતા, સંકટ અગ્નિ જલી રહ્યા,
જલાવી શકે તે ના અમને, જીવો જેમાં જલી રહ્યા.
 *
'કૂવામાં પાણી ખૂટ્યું છે’ ભક્તજનોએ એમ કહ્યું.
તમે તરત બોલ્યા કે 'લો, આ પ્રસાદ મારો આજ દઉં;

પ્રસાદનું પતરાળું મારું, કૂવામાં નાખી દેજો,
'ભગવાન ભલું કરે તમારું’ શ્રદ્ધાથી નાખી દેજો.

કૂવામાં પતરાળું નાખ્યું ભક્તોએ, પાણી પ્રકટ્યું,
હજીય પીવાયે પાણી અમૃતશું પાણી પ્રકટ્યું.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે

કૃપા કરીને પ્રસાદ આપો, ભક્તિનાં ઝરણાં ફૂટે;
પ્રેમ હૃદયમાં જાગી જાયે, અશાંતિ ને બંધન તૂટે.
*
ગંગામાં ન્હાવાની ઈચ્છા એક ભક્તજનને જાગી,
યાત્રા માટે દૂર જવાની, તમારી અનુજ્ઞા માગી.

'અહીં જ છે ગંગા’ એમ કહી, ગંગા પદમાં પ્રકટ કરી;
અંજાઈને ભક્તે લીધી અંજલિ, એની આશ ફળી.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

કૃપાતણી ગંગાના ઝરણાં, અમારી ઉપર એમ વહે;
તીર્થ બને અંતર, દો આશિષ, તૃષ્ણા ના કોઈય રહે.
*
'ખબરદાર મારી મસ્જિદ પર પગ મૂક્યો તો બ્રાહ્મણ હે;’
વચન કહ્યા એ તમે જોરથી, બ્રાહ્મણ એ અભિમાનીને;

કેટલાય દિવસોની ઘટના, દૂર બનેલી કહી તમે;
બ્રાહ્મણ ચરણે પડ્યો તમારા, આપ્યો આશીર્વાદ તમે.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

આશીર્વાદ અમોને આપો, શંકા કદિયે થાય નહીં;
સત્યશીલ ને પવિત્ર બનીએ અસત્યમાં મન જાય નહીં.
*
સાપ દેડકાને જોઈને, પૂર્વ જન્મની વાત કહી;
ભૂત તેમ ભાવિની વાતો, વાતો એવી કંઈક કહી.

ફકીર તોયે દાન સદાયે, દીનજનોને કરનારા;
અન્નદાન પણ કરતા, ભિક્ષા માગી જો કે જમનારા.

 શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

શક્તિ અમને મળે દિવ્ય ને, દાન કરીએ સદા અમે;
બીજાના સુખમાં સુખ સમજી, બનીએ આત્મારામ અમે.
*
લુહારની સ્ત્રી ધમણ ચલાવે, તેમાં બાળક જાય પડી;
ધૂણીની આગમહીં નાખ્યો, તમે હાથને એ જ ઘડી.

ભક્તજનોએ કારણ પૂછ્યું, ત્યારે સ્મિતની સાથ કહ્યું;
આગમહીં છે પડ્યું બાલ ત્યાં, ખેંચી તેને બહાર કર્યું.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

ભવની ભઠ્ઠી જલે બધેયે, અમે જલીએ ના એમાં;
અંગારા અડકે તો કરજો, સહાય સંકટ ને ભેમાં.
*
જમવા બેઠા ભક્તો સાથે, એવામાં 'રૂક જાવ ’ કહ્યું;
કથન તમારું ના સમજ્યાથી, ભક્તોને આશ્ચર્ય થયું.

જમ્યા પછી મસ્જિદ મહીંથી, સામાન બધો ઉપડાવ્યો;
દિવાલ ત્યારે તૂટી પડી, 'રૂક જાવ’ શબ્દ ત્યાં સમજાયો.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

જડ તત્વોનો પ્રભાવ તૂટે, છૂટે માયા આ જગની,
આશીર્વાદ દઈ દો અમને, સમજ પડે જડચેતનની.
*
રામનવમનો મેળો મોટો, શિરડીમાં તે દિવસ થયો;
ડોશીમાના મનમાં તમને જમાડવાનો ભાવ થયો.

મેળામાંથી બોલાવીને, રોટી તેની જમ્યા તમે;
ભાવતણાં ભૂખ્યાં છો, સાચા પ્રેમે થાવ પ્રસન્ન તમે,

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

પ્રેમ હૃદયમાં લઈ પધાર્યા, અમે તમારી પાસે આજ,
કાજ કરી દેજો સઘળાંયે, રાખી લાજ ગરીબનવાજ,
*
પ્લેગ તણી ગાંઠો ધારીને, પ્લેગ અન્યનો દૂર કર્યો,
કોલેરા દેવીને મારી, રોગતણો ભય દૂર કર્યો,

પઠાણ લાઠી લઈ મારવા આવ્યો, તેને અચલ કર્યો,
ગાડીવાન બન્યા, લોટ દળી, દુકાળનો ભય તમે હર્યો.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

પ્રેમ જગાડો સદા હૃદયમાં, ભૂત ભયતણું દૂર કરો,
બીજાનું હિત કરવા પ્રેરો, શ્રદ્ધા ને બળ જ્ઞાન ધરો.
*
નોકરી વળી ધન આશ્રય ને, સંતાનતણી ઈચ્છાથી,
જે આવ્યાં તે તૃપ્ત થયાં જન, સ્વાસ્થ્ય લાભની ઈચ્છાથી;

આત્મલાભ કરવાને આવ્યા, તે પણ પામી લાભ ગયા,
તમને પામી ધન્ય બન્યા સૌ, પામ્યા કાશી દ્વાર ગયા.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

પ્રેમ કરીને અમે લઈએ, શરણ તમારૂં આ જગમાં,
રાત દિવસ તમને યાદ કરી, ધન્ય થઈએ આ જગમાં.
*
ગુરૂ રૂપે દર્શન દીધા, ને ઈષ્ટરૂપે દર્શન આપ્યાં,
સર્વ દેવરૂપે દેખાઈ, સાધકનાં કષ્ટો કાપ્યાં;

જે જે ભાવે જે આવ્યું તે, તમને પામી ધન્ય થયું,
નિરાશ પાછું ફર્યું ન કોઈ, જે આવ્યું તે ધન્ય થયું.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

કેટકેટલા મેઘા સુધર્યા, સંગ તમારો દિવ્ય મળ્યે;
સુધારજો અમને કે જેથી, કલેશ કષ્ટ પરિતાપ ટળે.
*
કામધેનુની જેમ તમે છો, કામના બધી પુરનારા,
સમર્થ તેમજ મુક્ત તમે છો, મુક્ત અન્યને કરનારા;

કમી નથી ભંડારતણી કૈં, ખુલ્લે હાથે વરસાવો,
તો પણ ખૂટે નહીં કદીયે, અનંત વર્ષો વરસાવો.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

સમર્થ તેમજ મુક્ત કરી દો, પૂર્ણ કરી દો ને અમને,
તોફાન થકી પાર કરી દો, એ અરજી કરિયે તમને.
*
આકાશતણા તારા જેવા, જેના દોષ ગણાય નહીં,
જેના અપરાધોની ગણના, બ્રહ્માથી પણ થાય નહીં;

સરસ્વતીયે લખે છતાં યે, જેનાં દર્દ લખાય નહીં,
એવા મુજને પ્રેમ બતાવ્યો, તમે હિમાલય દેશમહીં.

પવિત્ર તો જે હોય, ખરેખર પુણ્યવાન ને ગુણવાળા,
કેમ લભે ના કૃપા તમારી, ભક્તો તે પ્રભુના પ્યારા ?

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.
*
સમાધિ મંદિરમાં આવીને પ્રેમ પુજા મેં આજ ધરી,
અંજલિ આપી તમને મારા રોમરોમમાં ભાવ ભરી;

ના ચાહું વૈભવ કે ભોગો, સ્વર્ગ તેમ અપવર્ગ વળી,
તૃષ્ણા લૌકિક કામના બધી, અંતરમાંથી જાય ટળી.

ભુલભુલામણી ભવની તેમાં, ભટકે મારો પ્રાણ નહીં,
ભૂલેચૂકે પણ માયા કે મોહે લાગે ધ્યાન નહીં.

મા’ના ચરણોમાં મન રાચે, મા’ની પૂર્ણ કૃપા થાયે,
પાગલ’ મન મા’ને મૂકીને, બીજે ના ક્યાંયે જાયે.

કૃપા કરો તો બધું ય થાયે, અશક્ય કૈં તમને છે ના,
જીવનનું સાફલ્ય પમાયે, અન્ય આશ મુજને છે ના.

શક્તિ એવી દિવ્ય તમારી, યોગીવર સંપૂર્ણ તમે;
પ્રેમ કરીને વંદન કરિયે, સ્મરણ કરીએ આજ અમે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok