Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

કોણ છે કોણ છે કોણ છે રે,
સંત બીજા સમર્થ વળી કોણ છે રે ?
 
દેવતાનું આસન પણ એકદિ ડગી જતું,
ધ્રુવપદને આપનાર કોણ છે રે ... સંત બીજા.

કોટિ કોટિ કલ્પોથી જગમાં રમી રહ્યા,
લીલા કરનાર અન્ય કોણ છે રે ... સંત બીજા.

સર્જનના આરંભે એક તમે જ હતા,
સર્જનના સ્વામી કોણ છે રે ... સંત બીજા.

ભક્તોને તારવાનું વ્રત છે લીધેલું,
પ્રેમીના પ્રાણ અન્ય કોણ છે રે ... સંત બીજા

રક્ષા કરે છે ભક્તોની ભાવે,
ભાવનાના દેવ અન્ય કોણ છે રે ...સંત બીજા.

'પાગલ' કે' સાંઇનાથ સાચા સમર્થ છે,
કરુણાનિધાન અન્ય કોણ છે રે ... સંત બીજા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit