Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક સંત છે એવા, ભાઈ, એક સંત છે એવા.

અસંખ્ય ટમકંતા તારકમાં, સમર્થ સૂરજ જેવા;
પૂર્ણ પ્રકાશસ્વરૂપ ખરેખર, આ દુનિયાના દેવા. ... એક સંત છે એવા.

દીનબંધુ ને દયાળુ કોણ જ કહી શકે કે કેવા !
ચરણોમાં રાજે છે એના ગંગા જમના રેવા. ... એક સંત છે એવા.

શરણાગતને સાર્થ કરી દે, તેમજ તારે તેવા;
દુઃખદર્દને દૂર કરી દે, પરવરદિગાર એવા. ...  એક સંત છે એવા.

ભક્તો કાજે કલ્પવૃક્ષ છે, આશુતોષ પણ એવા;
પરપીડાથી તરત પીગળે, પરમાર્થી યે કેવા ! ...  એક સંત છે એવા.

વ્યાપક છે આ વિશ્વમહીં તે દેવોના યે દેવા;
સાંઈનાથ સમર્થ ગણાયે, સમર્થ કો ના તેવા. ...  એક સંત છે એવા.

સહજવારમાં કૃપા કરી દે થાય સ્વલ્પ જો સેવા;
જ્ઞાન તેમ અધિકારસાથ ના એને લેવાદેવા. ...  એક સંત છે એવા.

'પાગલ’ કહે હોય જીવનમાં,પરમ લ્હાવ જો લેવા,
ભ્રાંતિ તજીને ભજ તો ભાવે, માણી લેશે મેવા. ...  એક સંત છે એવા. 

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit