Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોઇ સંત નથી, આવા કોઈ સંત નથી.
સર્વ સમર્થ અન્ય ના આવા, સાચી વાત કથી. ...કોઈ.

શરણાગતના મંગલ માટે, કરતા મદદ બધી;
ઉદ્ધાર કરે અનાથ જનનો, કોઈ સિદ્ધ નથી. ...કોઈ.

માતપિતા જેવા મમતાભર ભરિયા પ્રેમથકી,
સિદ્ધિના સ્વામી પ્રભુ જેવા, પ્રેમી અન્ય નથી. ...કોઈ.

'પાગલ’ મંગલ જો ચાહે તો લેજે વાત લખી;
સાંઈને જ કરી લે તારા રથના માત્ર રથી. ...કોઈ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit