Text Size

Shvetashvatara

Chapter 1, Verse 10

क्षरं प्रधानममृताक्षरं हरः क्षरात्मानावीशते देव एकः ।
तस्याभिध्यानाद्योजनात्तत्त्व भावात् भूयश्चान्ते विश्वमायानिवृत्तिः ॥१०॥

ksaram pradhanamamrtaksaram harah
ksaratmanavisate deva ekah ।
tasyabhidhyanadyo janat tattva
bhavat bhuyascante visvamayanivrttih ॥ 10॥

પ્રકૃતિ તો છે નાશવંત ને જીવ છે સદા અવિનાશી,
જડ પ્રકૃતિ ને જીવ ઉભય પર ઈશ્વરની સત્તા વ્યાપી;
તે ઈશ્વરના મનન ધ્યાનથી, તન્મય તેમાં બનવાથી,
અંતે ઈશ્વર મળી જાય છે, ભ્રમણા ભાગે છે સારી. ॥૧૦॥

અર્થઃ

પ્રધાનમ્ - પ્રકૃતિ તો
ક્ષરમ્ - વિનાશી છે.
હરઃ - એને ભોગવનારો જીવાત્મા
અમૃતાક્ષરમ્ - અમૃત સ્વરૂપ અવિનાશી છે.
ક્ષરાત્માનૌ - એ વિનાશશીલ જડ તત્વ અને ચેતન આત્મા બંનેને
એકઃ - એક
દેવઃ - ઇશ્વર
ઇશતે - શાસનમાં રાખે છે. (એવું જાણીને)
તસ્ય - એમનું
અભિધ્યાનાત્ - સતત ધ્યાન કરવાથી
યોજનાત્ - મનને એમની અંદર જોડવાથી
ચ - અને
તત્વભાવાત્ - તન્મય થઇ જવાથી
અન્તે - આખરે (એમની પ્રાપ્તિ થાય છે)
ભૂયઃ - પછી
વિશ્વમાયાનિવત્તિઃ - સમસ્ત માયાની નિવૃતિ થાય છે.

ભાવાર્થઃ

પ્રકૃતિ પરિવર્તનશીલ છે. એકસરખા સ્વરૂપમાં નથી રહેતી. વિનાશી છે. પરંતુ એનો ઉપભોગ કરનારો જીવાત્મા નાશ નથી પામતો. અમૃતમય તથા અપરિવર્તનશીલ છે. એ બંનેના અધિશ્વર ઇશ્વર છે. એ સર્વોપરી હોવાથી એમને નિયંત્રણમાં રાખે છે. એમને સૌના સ્વામી સમજીને એમનું ધ્યાન ધરવું જોઇએ અને મનને એમનામાં જોડવું જોઇએ. એમનું સર્વભાવે શરણ લઇને એમને ભજવા જોઇએ. એવું કરવાથી છેવટે એમનો સાક્ષાત્કાર થાય છે ને સર્વપ્રકારની અવિદ્યામાંથી મુક્તિ મળે છે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok