नवद्वारे पुरे देही हंसो लेलायते बहिः ।
वशी सर्वस्य लोकस्य स्थावरस्य चरस्य च ॥१८॥
navadvare pure dehi hamso lelayate bahih ।
vasi sarvasya lokasya sthavarasya charasya cha ॥ 18॥
સ્થાવર જંગમ સર્વ જગતને વશમાં તે પ્રભુ રાખે છે,
નવદ્વારના દેહનગરમાં, બાહ્ય જગે પણ વાસે છે. ॥૧૮॥
અર્થઃ
સર્વસ્ય - સર્વ
સ્થાવરસ્ય - સ્થાવર
ચ - અને
ચરસ્ય - જંગમ
લોકસ્ય વશી - વિશ્વને વશ રાખનારા
હંસઃ - પ્રકાશમય પરમાત્મા
નવદ્વારે - નવ દ્વારવાળા
પુરે - શરીરરૂપી નગરમાં
દેહી - અંતર્યામીરૂપે હૃદયમાં રહેલા દેહી છે. (અને એ)
બહિઃ - બાહ્ય જગતમાં પણ
લેલાયતે - લીલા કરે છે.
ભાવાર્થઃ
શરીરરૂપી નગર છે. એના નવ દરવાજા છેઃ બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા અને ઉપસ્થ. એ નગરમાં જડચેતનાત્મક વિશ્વને વશમાં રાખનારા પ્રકાશમય પરમાત્માનો વાસ છે. એ અંતર્યામી છે. બાહ્ય જગતમાં પણ સર્વત્ર એમનો જ રસરાસ રમાઇ રહ્યો છે. એટલે અંદર અને બહાર બધે એનું જ દર્શન કરવું જોઇએ. એમના વિના કશું જ નથી.