Text Size

Shvetashvatara

Chapter 4, Verse 17

एष देवो विश्वकर्मा महात्मा सदा जनानां हृदये सन्निविष्टः ।
हृदा मनीषा मनसाभिक्लृप्तो य एतद् विदुरमृतास्ते भवन्ति ॥१७॥

esa devo visvakarma mahatma
sada jananam hrdaye sannivistah ।
hrda manisa manasabhiklrpto
ya etad viduramrtaste bhavanti ॥ 17॥

જગતકર્તા આ દેવ મહાત્મા, સર્વશક્ત આ પરમાત્મા,
મનુજમાત્રના હૃદયે રે’છે સુક્ષ્મ બની તે પરમાત્મા;
નિર્મલ ઉર ને બુદ્ધિચિત્તથી ધ્યાન કર્યે તે પ્રાપ્ત થતા,
એ જાણીને સાધક તેને પ્રાપ્ત કરીને અમર થતા. ॥૧૭॥

અર્થઃ

એષઃ - આ
વિશ્વકર્મા - વિશ્વના રચનારા
મહાત્મા - મહાત્મા
દેવઃ - પરમાત્મા
સદા - હંમેશા
જનાનામ્ - મનુષ્યોના
હૃદયે - હૃદયમાં
સંનિવિષ્ટઃ - સારી પેઠે રહેલા છે.
હૃદા - હૃદયથી
મનીષા - બુદ્ધિથી (અને)
મનસા - મનથી
અભિક્લુપ્તઃ - ધ્યાનમાં આણેલા
(આવિર્ભવતિ - આવિર્ભાવ પામે છે.)
યે - જે
એતત્ - આ રહસ્યને
વિદુઃ - જાણી લે છે
તે - તે
અમૃતાઃ - અમૃતસ્વરૂપ
ભવન્તિ - બની જાય છે.

ભાવાર્થઃ

પરમાત્મા સૃષ્ટિના સર્જક, સ્વામી, સૌથી શ્રેષ્ઠ, મહાનથી પણ મહાન છે. એમને ઓળખવા માટે બહારના જગતમાં ફાંફા મારવાની જરૂર નથી. જે પરમાત્મા બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે. માનવના હૃદયપ્રદેશમાં આત્મારૂપે રહેલા છે. એમના સ્વાનુભવ અથવા સાક્ષાત્કારને માટે અંતર્મુખ વૃતિને વધારીને ધ્યાન કરવું જોઇએ. ધ્યાનની સાધનામાં વધારે ને વધારે ઉંડા ઉતરવાથી છેવટે એમનો અપરોક્ષ અનુભવ થાય છે અને અમૃતમય થવાય છે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok