Text Size

Shvetashvatara

Chapter 5, Verse 03

एकैक जालं बहुधा विकुर्वन्नस्मिन् क्षेत्रे संहरत्येष देवः ।
भूयः सृष्ट्वा पतयस्तथेशः सर्वाधिपत्यं कुरुते महात्मा ॥३॥

ekaika jalam bahudha vikurva-
nnasmin ksetre samharatyesa devah ।
bhuyah srstva patayastathesah
sarvadhipatyam kurute mahatma ॥ 3॥

જગતક્ષેત્રમાં તે પરમાત્મા પંચભૂતની જાળ રચે,
નામરૂપમાં ફેલાવીને તેનો તે સંહાર કરે;
ફરી રચે તે સર્વ લોક ને તેના શાસનકર્તાને,
તે સર્વેના અધિપતિ બનતાં પ્રભુજી શાસન કરતા તે. ॥૩॥

અર્થઃ

એષઃ - આ
દેવઃ - પરમદેવ પરમાત્મા
અસ્મિન્ ક્ષેત્રે - આ સંસારના ક્ષેત્રમાં
એકૈકમ્ - એકેક
જાલમ્ - જાળને (બુદ્ધિ આદિ અને આકાશાદિ તત્વોને)
બહુધા - અનેક રીતે
વિકુર્વન્ - વિભક્ત કરીને
સંહરતિ - એમનો પ્રલયકાળમાં સંહાર કરે છે.
મહાત્મા - તે મહાન આત્માવાળા
ઇશઃ - ઇશ્વર
ભૂયઃ - ફરીવાર (સૃષ્ટિકાળમાં)
તથા - પ્રથમની પેઠે
પતયઃ સૃષ્ટવા - (સમસ્ત) લોકપાલોની રચના કરીને
સર્વધિપત્યમ્ કુરુતે - સૌના પર આધિપત્ય કરે છે.

ભાવાર્થઃ

એ પરમદેવ પરમાત્મા સૃષ્ટિના આરંભમાં પોતાની પ્રકૃતિરૂપી જાળને જુદીજુદી રીતે તૈયાર કરી, અનેક વિભાગોમાં વહેંચીને, સૃષ્ટિની રસમય લીલા કરે છે, અને પ્રલયકાળમાં સર્વસંહારનો અભિનય કરતાં સૃષ્ટિને પોતાની અંદર સમાવી લે છે. વળી પાછા એ સૃષ્ટિ રચનાના ઉદાત્ત પ્રયોજનથી પ્રેરાઇને પ્રથમની પેઠે જ લીલા કરતાં જુદાજુદા લોકપાલોની રચના કરીને સૌની ઉપર શાસન કરે છે. સમસ્ત સંસારના સ્વામી બને છે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok