શ્રીમદ્ રાજચંદ્ર પ્રણામ

સોરઠ ભૂમિના સિદ્ધ પુરૂષ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
જન્મ તપસ્વી આપ મહાન   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ધર્મ પુરૂષ જીન ધર્મે આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મહાત્યાગી મહાવીર છો આપ શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

વવાણીયાના    વીતરાગી    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
વૈરાગ્ય  મૂર્તિ  છો  સાક્ષાત્   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પુરૂષ રત્ન  પુરૂષોત્તમ  આપ શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
તત્વજ્ઞાની  તિમિર હરનાર   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

દેવ  માતાના  દેવ  પુરૂષ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
શુદ્ધજ્ઞાનનું  પ્રગટ  સ્વરૂપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ધર્મ  મૂર્તિ  શક્તિ  ભંડાર     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મંગલતાનું  મંદિર  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

રવજી  નંદન  રાજચંદ્રજી     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
આત્મદર્શી અનુભવી છો આપ શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ગૃહસ્થ યોગી  આપ  મહાન   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
કવીશ્વર કવિ શ્રેષ્ઠ છો આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

અગાસના  અવતારી  પુરૂષ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
યુગાવતાર છો સાચા આપ  શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પ્રયોગવીર  પરમાત્મા આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ઈડર  ગઢના યોગી  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

પરોપકારી પૂજ્ય  પુરૂષ       શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ક્રાન્તદર્શી  કલ્યાણ  સ્વરૂપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અવધિ  જ્ઞાન  તણા  ભંડાર   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સિદ્ધ  શીલાના સિદ્ધ  પુરૂષ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

નિર્ગ્રંથ પુરૂષ આપ મહાન      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ    
અલખ નિરંજન નાથ છો આપ શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પવિત્રતાની  મૂર્તિ  આપ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પરમકૃપાળુ  દેવ  તમે         શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

શતાવધાની  શાંત  સ્વરૂપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
શાસ્ત્રજ્ઞાની  છો  સાચા આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સંયમશીલ સદ્ ગુરૂ છો આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સિદ્ધાવસ્થાને   વરનાર      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

દયામૂર્તિ  છો સાચા  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ચૈતન્ય  સ્વરૂપ છો    આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
કપટ રહિત નર શ્રેષ્ઠ છો આપ શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સાક્ષાત્  સરસ્વતી  છો  આપ  શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

સર્વદર્શી  છો  સંત  પુરૂષ       શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મોક્ષમાળાના  સર્જક  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પરમ પુરૂષ પ્રભુ છો સાક્ષાત્    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સમ્યક્ દર્શી સત્ ચિત્ રૂપ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

દેહાતીત  છો  દૈવી  સ્વરૂપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અલિપ્ત આત્મા નિરાગી પુરૂષ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અધ્યાત્મ વીર અગોચર આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
કેવલજ્ઞાની   પૂર્ણ    પુરૂષ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

સ્વયં જ્યોતિ સ્વરૂપ   આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અતીન્દ્રિય    જ્ઞાની  પુરૂષ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
નિર્લેપી   નિર્દોષ   સ્વરૂપ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સર્વજ્ઞ  છો  સુધા   સ્વરૂપ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

સમાધિ સિદ્ધ મહાત્મા આપ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મચ્છુના   મહાયોગી  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
યુગ  પ્રભાવક  સાચા આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ધીર  ગંભીર  છો  મહાપુરૂષ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

જ્યોતિર્ધર  છો જગના નાથ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
જન્મજોગી ભગવંત છો આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
શુદ્ધ-બુદ્ધરૂપ  દેવ છો   આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
યોગી જગના યોગેશ્વર  આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

મોક્ષ  માર્ગના  દાતા   આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
વૈશ્યવર  છો  વીર  પુરૂષ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મંગલમૂર્તિ    મહાજન આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અરિહંત    અગોચર   આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

ગૃહસ્થ વનના તપસ્વી આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સિદ્ધાર્થના   સહોદર    આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
માનવ કૌસ્તુભ રાજ છો આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સ્મરણ શક્તિના સ્વામિ આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

કવિ જગતની શક્તિ છો આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
વીતરાગના વીર વારસ આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મુમુક્ષ જનના મોક્ષ છો  આપ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
માનવકુળના   મુકુટ     મણિ   શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

નરરૂપે    નારાયણ     આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પ્રકાશદાતા   પુરાણ    પુરૂષ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અજાતશત્રુ    સાચા    આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
વિશ્વપતિ   વાચસ્પતિ  આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

સંસ્કાર  સ્વામિ  સૌના  આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
જગ  પાવન  કરનારા  આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
વિરલ  વિભૂતિ  દિવ્ય  પુરૂષ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
જીવન   તત્વવેત્તા      આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

ઉર્ધ્વગામી  જીવન જીવનારા     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
નિષ્કલંક  નિષ્કામી     આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
જાગ્રત જગદ્ ગુરૂ    છો આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સર્વ  સદ્ ગુણના   છો   સાર     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

સત્ય  ધર્મ  ઉદ્ધારક   આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
ધર્મ   સમન્વય    કરનારા     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
લોકોત્તર  સત્પુરૂષ છો આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પરમબોધ  સ્વરૂપ છો આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

આત્મસિદ્ધિ  દેનારા    આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અહિંસાનું  છો પ્રગટ સ્વરૂપ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મહા યશસ્વી મહાન   આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અભય  દાન  દેનારા  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

ક્ષમા  તણા ભંડાર છો આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મહાન તપોધન સૌના આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
મુનિ જગે મહામુનિ છો આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
નીતિ  શિક્ષા  સૌને ધરનાર     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

જીતેન્દ્રિય  જીનેશ્વર    આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પરમ હિતકારી પુણ્ય  પુરૂષ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અધ્યાત્મ જગના સૂર્ય છો આપ  શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સર્વજ્ઞ  શ્રુતિવાન  છો  આપ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

સહજ સમાધિના સ્વામિ આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અજર અમર પુરૂષ  છો આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પરમ  સુખ  શાંતિના   ધામ     શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પરમ પદના  દાતા     આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

ધર્માનુરાગી     ધર્મ    પુરૂષ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
બ્રહ્મનિષ્ઠ    દેવાધિ      દેવ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
સોભાગના  વિશ્રામ    સ્વરૂપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
લઘુરાજના     પ્રગટ   પ્રભુ      શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

શિર છત્ર છો  સૌના     આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
પ્રત્યક્ષ   પરમેશ્વર      આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ
અરિહંત  ભગવંત છો   આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ 
પચ્ચીસમા   તીર્થંકર   આપ    શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

પ્રશસ્તિના પુષ્પો ધરતાં વિદ્વાનોએ નામ  કહ્યાં
તેની ગૂંથી છે આ માળ  જપતાં  મળે શ્રીમદ્ ની  ભાળ
એકસો  આઠ  પ્રણામ   કરી   સર્વેશ્વરી   વિનવે  છે  ફરી
દર્શન દઈ  દો  હે જીન  રાજ  પાર  ઉતારો  સૌને  આજ
શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ, શ્રીમદ્ સદગુરુ કરું પ્રણામ

- મા સર્વેશ્વરી

Add comment

Security code
Refresh

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.