જે દેવી આ સૃષ્ટિમાં લક્ષ્મીરૂપે વસી રહી,
આશીર્વાદ ધરો અમને, પ્રાર્થીએ ચરણે નમી.
ધર્મ-નીતિ તણા માર્ગે પધારો પ્રેમથી અહીં,
સત્કર્મે સદા રહેજો ધન-ધાન્ય ભરી અહીં.
દારિદ્ર દુઃખ હરનારી, સર્વસંકટ હારીણી,
શુધ્ધ બુદ્ધિ દઈ અમને, રિદ્ધિ-સિદ્ધિ ધરો બધી.
સુખ શાંતિ સદા ધરજો, નિત્ય રહેજો અહીં વળી,
આનંદ કલ્યાણ ધરનારી, વરજો અમને જરી.
ત્રિનેત્રી તારિણી દેવી, લક્ષ્મીજી મોક્ષદાયિની,
સ્વિકારો પ્રેમથી પૂજા, પ્રસન્ન બનજો જરી.
જાણ્યે અજાણ્યે હે દેવી, સત્કાર્યા જો નહીં કદી,
બાળ જાણી ક્ષમા કરજો, શિક્ષા ધરજો ફરી ફરી.
ચંચલ ચપલા શિવા, અમૂલ્ય મૂડી રંકની,
સર્વેશ્વરી સદા વંદે, શુભ કરજો શુભેશ્વરી.
- મા સર્વેશ્વરી
Comments
[You can read srimad bhagavat on this site. look for Bhagavt in the main menu on top. - admin]