Text Size

Adhyay 1

Pada 2, Verse 27-29

२७. अत एव न देवता भूं च ।

અર્થ
અતઃ = એટલા માટે. 
એવ = જ.
દેવતા = આકાશ, સૂર્ય જેવા લોકોના અધિષ્ઠાતા દેવગણ.
ચ = તેમજ.
ભૂતમ્ = આકાશાર્દિ ભુતસમુદાય પણ
ન = વૈશ્વાનર નથી.

ભાવાર્થ
એવી રીતે એ પ્રકરણમાં સૌ, સૂર્ય જેવા લોકોના અધિષ્ઠાતા દેવોની તથા આકાશ, વાયુ જેવા ભુતસમુદાયની પોતાના આત્માના રૂપમાં ઉપાસના કરવાનો પ્રસંગ આવ્યો છે. એ ભુતસમુદાય અથવા સૂર્ય જેવા લોકોના અધિષ્ઠાતા દેવતાને પણ વૈશ્વાનર  ના કહી શકાય કારણ કે સમસ્ત બ્રહ્માંડ એમનું શરીર નથી જ. વૈશ્વાનર તો કેવળ પરમાત્મા  છે.

---

२८. साक्षादप्यविरोधं जैमिनिः ।

અર્થ
સાક્ષાત્ = વૈશ્વાનર શબ્દને સાક્ષાત પરબ્રહ્મનો વાચક માનવામાં.
અપિ = પણ.
અવિરોધમ્ =  કોઈ વિરોધ નથી.
જૈમિનિઃ = આચાર્ય જૈમિનિ એવો અભિપ્રાય આપે છે.

ભાવાર્થ
વૈશ્વાનર નામના જઠરાગ્નિમાં પરમાત્માની પ્રતીકોપાસનાનો સંદેહ આપવા માટે વૈશ્વાનર નામથી પરમાત્માનું વર્ણન કરાયું હશે એવી શક્ય વિચારધારાના સ્પષ્ટીકરણ માટે મહર્ષિ વ્યાસ આચાર્યપ્રવર જૈમિનિનો અભિપ્રાય ટાંકી બતાવે છે. એ એમની ગુણગ્રાહકતા, વિશાળતા અને મહાનતા બતાવે છે. એ કહે છે કે આચાર્યશ્રેષ્ઠ જૈમિનિ પણ વૈશ્વાનર શબ્દને પરમાત્માનો વાચક માનતા હોવાથી, વૈશ્વાનર શબ્દનું એ જ અર્થઘટન બરાબર છે.

---

२९. अभिव्यक्तेरित्याश्मरथ्यः  ।

અર્થ
અભિવ્યકતેઃ = પરમાત્માનું પ્રાકટ્ય થાય છે માટે.
(અવરોધઃ) = વિરોધ નથી.
ઈતિ = એવું,
આશ્મરથ્યઃ = આચાર્ય આશ્મરથ્ય માને છે.

ભાવાર્થ
વૈશ્વાનરને પરમાત્માનો વાચક માનીએ એમાં કશું ખોટું તો નથી, પરંતુ એથી એક પ્રશ્ન પેદા થાય છે. તે એ કે પરમાત્મા તો નિરાકાર અથવા અવ્યક્ત છે. એમને સાકાર, વ્યક્ત કે કોઈ દેશવિશેષના સંબંધવાળા બતાવવાનું બરાબર છે ? આ સૂત્ર દ્વારા એ શંકાનું સમાધાન કરતાં આચાર્ય આશ્મરથ્યને યાદ કરીને કહેવામાં આવે છે કે પરમાત્મા નિર્ગુણ, નિરાકાર અથવા અવ્યક્ત હોવા છતાં આવશ્યકતાનુસાર, ભક્તો અથવા આરાધકો પર અનુગ્રહ કરવા માટે સગુણ, સાકાર થઈ શકે છે એવું એ અનુભવી આચાર્યનું માનવું છે. પરમાત્માના અવતારોની કથા પ્રસિદ્ધ જ છે, ગીતામાં પણ ભગવાન એવી રીતે સમય સમય પર પોતાની શક્તિથી પ્રકટ થાય છે એવું માને છે. એથી એમના મુળ સ્વરૂપને કશો વાંધો નથી આવતો.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok