if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

४३. अंशो नानाव्यपदेशादन्यथा चापि दाशकितवादित्वमधीयत एक ।

અર્થ
નાનાવ્યપદેશાત્ = શ્રુતિમાં જીવોને અનેક અને અલગ અલગ કહી બતાવ્યા છે એટલા માટે. 
ચ = અને. 
અન્યથા = બીજી રીતે
અપિ = પણ (એ જ સાબિત થાય છે કે.)
અંશ = જીવ ઈશ્વરનો અંશ છે.
એકે = કેમ કે એક શાખાવાળા.
દ્દાશક્તિવાદિત્વમ્ = પરમાત્માને દ્દાશક્તિવ વિગેરે કહીને
અધીયતે = અધ્યયન કરે છે.

ભાવાર્થ
હવે બીજા વિષયની વિચારણા કરવામાં આવે છે. અત્યાર સુધીની વિચારણા પરથી સમજી શકાયું કે જીવાત્મા તથા પરમાત્મામાં ભેદ છે. ઉપનિષદોમાં એવા ભેદનું વર્ણન જોવા મળે છે એ સાચું પરંતુ ક્યાંક ક્યાંક એ બંનેના અભેદનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. એના સંબંધી સુનિશ્ચિત અભિપ્રાય આપતાં અહીં જણાવવામાં આવે છે કે જીવાત્મા પરમાત્માનો અંશ છે એવું માનવાનું બરાબર છે. કારણ કે ઉપનિષદમાં પરમાત્માને એક, સૌના શાસક, સર્વે ભૂતોના અંતરાત્મા અને એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરનારા કહ્યા છે, અને એ હૃદય પ્રદેશમાં રહેનારા પરમાત્માને જે ધીર પુરૂષો પેખે છે. તે પુરૂષો શાશ્વત સુખ શાંતિની પ્રાપ્તિ કરી શકે છે એવું પણ જણાવવામાં આવ્યું છે. જીવોને નિત્ય અને ચેતન તથા ઈશ્વરને જગતના કારણ કહેલા છે. તેથી જીવો પરમાત્માના અંશ છે એવું સાબિત થાય છે.

અર્થવેદની શાખાવાળાના બ્રહ્મસૂક્તમાં પાઠ છે કે  ब्रह्म दाशा ब्रह्य दासा ब्रह्मैवेमे कितवाः । એટલે કે આ કેવળ બ્રહ્મ છે, દાસ બ્રહ્મ છે, તથા આ જુગારી પણ બ્રહ્મ જ છે. એ પાઠમાં જીવોની બહુવિધતાનું અને બ્રહ્મ રૂપતાનું જે વર્ણન છે તેથી જીવ ઈશ્વરના અંશ છે એવું સાબિત થાય છે. જીવોને પરમાત્માના અંશ માનવાને બદલે અલગ તત્વ રૂપે માનવામાં આવે તો પરમાત્મા સમસ્ત જગતના એક માત્ર કારણ છે એવું કહેનારા શાસ્ત્ર વચનોમાં દોષ પેદા થશે. એટલે એ બધી રીતે વિચારતાં જીવાત્મા પરમાત્માનો અંશ છે એવું જ માનવું જોઈએ.

ગીતાના પંદરમાં અધ્યાયમાં એ વિષયનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે 'આ સંસારમાં જીવરૂપે મારો જ સનાતન અંશ રહેલો છે.’ ममैवांशो जीवलोके जीवभूः सनातनः ।

---

४४. मन्त्रवर्णाञ्च ।

અર્થ
મન્ત્ર વર્ણાત્ = મંત્રના શબ્દોથી.
ચ = પણ.

ભાવાર્થ
વેદમાં તથા છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે સમસ્ત જીવ સમુદાય પરમાત્માના એક પાદ અથવા અંશ બરાબર છે અને એમના ત્રણ પાદ અથવા અંશ અમૃત સ્વરૂપ દિવ્ય છે અથવા દિવ્ય લોકમાં છે. એ વર્ણનવાળા મંત્રમાં જીવાત્માને પરમાત્માનો અંશ કહેવામાં આવ્યો છે. એથી પણ પુરવાર થાય છે કે જીવાત્મા પરમાત્માનો અંશ છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.