ઐતરેય ઉપનિષદ

પ્રથમ અધ્યાય, પ્રથમ ખંડ, 04

तमभ्यतपत्तस्याभितप्तस्य मुखं निरभिद्यत यथाऽण्डं
मुखाद्वाग्वाचोऽग्निर्नासिके निरभिद्येतं नासिकाभ्यां प्राणः ॥
प्राणाद्वायुरक्षिणी निरभिद्येतमक्षीभ्यां चक्षुश्चक्षुष आदित्यः
कर्णौ निरभिद्येतां कर्णाभ्यां श्रोत्रं श्रोत्रद्दिशस्त्वङ्निरभिद्यत
त्वचो लोमानि लोमभ्य ओषधि वनस्पतयो हृदयं निरभिद्यत
हृदयान्मनो मनसश्चन्द्रमा नाभिर्निरभिद्यत नाभ्या
अपानोऽपानान्मृत्युः शिश्नं निरभिद्यत शिश्नाद्रेतो रेतस आपः ॥४॥

tam abhyatapat tasyabhitaptasya
mukham nirabhidyata yathandam.
mukhad vag vacho agnir nasike nirabhidyetam
nasikabhyam pranah pranad vayur aksini
nirabhidyetam aksibhyam chaksus chaksusa karnau
nirabhidyetam karnabhyam srotram srotrad disas
tvan nirabhidyata tvacho lomani lomabhya
osadhi-vanaspatayo hrudayam nirabhidyata
hrudayan mano manasas chandrama nabhir nirabihdyata
nabhya apano apanan mrutyuh nirabhidyata
sisnad reto retasa apah.

શરીરનાં અંગોની રચના
હિરણ્યમય તે પુરૂષ સામે જોઈને સંકલ્પ કર્યો,
પ્રભુના તે સંકલ્પથકી ઈંડાની જેમ પ્રકાર બન્યો;
તે પુરૂષનું મુખ પ્રકટ્યું, ને મુખથી વાણી પ્રકટ થઈ,
અગ્નિદેવ વાણીથી પ્રકટ્યા, પછી નાસિકા પ્રકટ થઈ.

નાસિકાથકી પ્રાણ પ્રકટિયો, વાયુ પ્રાણથી પ્રકટ થયો,
પછી બેય નેત્રો પ્રકટ્યાં, ને ચક્ષુદેવનો જન્મ થયો.
ચક્ષુથકી સૂર્ય થયો, પાછાં બેય કાનનાં છિદ્ર થયાં,
ઈન્દ્રિય કાનતણી પ્રકટી, ને થઈ શ્રોત્રથી સર્વ દિશા.

પછી ત્વચા પ્રકટી, રોમ થયાં, ઔષધિઓ ને વનસ્પતિ,
હૃદય થયું, ને હૃદયથકી મન, મનથી પ્રકટ્યો ચંદ્ર પછી.
પછી નાભિ પ્રકટી, ને તેથી અપાન વાયુ પ્રકટ થયો,
તેથી પ્રકટ્યા મૃત્યુદેવતા, પછી લિંગનો જન્મ થયો.

લિંગથી થયું વીર્ય, વીર્યથી જલ ઉત્પન્ન થયું પાછું;
પુરુષમાંથી અનેકરૂપી રચનાચક્ર થયું આવું. ॥૪॥

પ્રથમ ખંડ સમાપ્ત

*

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.